________________
શુકલધ્યાનનો પરિચય
૪૩૩
હોવી જોઇએ. તમે આ બેમાંથી એક વસ્તુ કરો, એટલે જરૂર અબજપતિ થઈ શકશે. તાત્પર્યં કે શક્તિ પ્રમાણે કાય થાય છે. હાલ તા ધ્યાનની બાબતમાં આપણે તદ્ન નીચી પાયરીએ છીએ, તેમાંથી ઊંચા આવવાના પ્રયત્ન કરવા જોઈ એ.
પ્રશ્ન-આજે કેટલાક એમ કહે છે કે ધ્યાનસિદ્ધિ તા થોડા વખતમાં જ થઇ ાય. તે માટે અમારી પાસે કેટલીક સિદ્ધ ક્રિયાઓ છે, તેનું કેમ ?
ઉત્તરધ્યાનસિદ્ધિ થાડા વખતમાં જ થઇ જાય, એ વાત માનવા જેવી નથી. આજ સુધીમાં આપણા દેશમાં સેંકડો ચેગસિદ્ધ મહાત્માએ થઇ ગયા, તેમાંના કેઈએ આવું વિધાન કરેલું નથી. જો ધ્યાનસિદ્ધિ થેાડા જ વખતમાં થતી હાત તા તેઓ આ પ્રકારનું વિધાન જરૂર કરત. વળી તેઓ જે સિદ્ધ ક્રિયાએની વાત કરે છે, તે ક્રિયાએ ઘણાયે કરી જોઈ છે, પણ તેનું ખાસ પરિણામ કઈ જ આવ્યું નથી. તેમની ક્રિયાઓથી કદાચ કોઇને થાડો લાભ થયે પણ હેાય, પરંતુ તેટલા માત્રથી એ ક્રિયાને સિદ્ધ ક્રિયા કહેવાય નહિ. જાહેર નિરીક્ષણ અને પરીક્ષણ પછી જ તે અંગે ખરા અભિપ્રાય બાંધી શકાય. આજે તા સૂઠના ગાંગડે ગાંધી બનનારની ખોટ નથી, એટલે આવી ખાખતમાં પૂરી સાવધાનીથી વવું જોઈ એ.
પ્રશ્ન-હાલના સગામાં જૈન ધ્યાનપદ્ધતિના પ્રચાર થવાની જરૂર ખરી કે નહિ ?
સા. ૨૮