________________
અન્ય ચાર ધ્યાના
૪૪૧
તાત્પર્ય કે રૂપસ્થાન ધ્યાન પ્રસંગે આપણે અરિહંત દેવની મૂર્તિ નું આલંબન લઈએ, ત્યારે એમ ચિંતવવાનુ કે આ અરિહંત પ્રભુ ચાત્રીશ અતિશયના ધારક હતા, કેવલજ્ઞાનરૂપી સૂર્યંનું તેજ ધરાવતા હતા. વળી તેમણે રાગ, દ્વેષ અને મેહના સથા નાશ કરેલા હતા, એટલે તેને લગતા કાઈ વિકાર તેમનામાં રહ્યો નથી. વળી તેઓ શાંત છે એટલે પ્રથમ રસમાં નિમગ્ન છે, તે કાંત છે એટલે અપૂર્વ કાંતિ ધારણ કરનારા છે અને મનહર છે, એટલે રમણીય રૂપવળાા છે. વિશેષમાં તે બધાં શુભ લક્ષણાથી યુક્ત છે, એટલે પ્રકટ પુરુષાત્તમ છે.
કેટલાક શ્ર'થામાં સમવસરણુસ્થ અહિં તદેવની મૂર્તિનુ આલંબન લેવાનું જણાવેલુ છે. તેમાં એમ ચિતવવાનુ છે કે વિશાલ સમવસરણ રચાયેલુ છે, તેમાં દેવા, મનુષ્ય, સાધુઓ, કેવલી જ્ઞાનીઓ વગેરે પોતપેાતાના સ્થાને બેઠેલા છે અને વચ્ચે સ્ફટિકમય સિંહાસન પર શ્રી અરિહંત દેવ બિરાજે છે. તેમની પાછળ ઊંચું મનેાહર અશોક વૃક્ષ છે, દેવા દ્વારા પચરંગી પુષ્પાની વૃષ્ટિ થયેલી છે, દિવ્ય ધ્વનિ ગુંજી રહ્યો છે, તેમની અને માજી શ્વેતરંગી ચામરો વીઝાઈ રહ્યા છે, પાછળ તેમના દ્વિવ્ય તેજનુ સંવરણ કરનારું દેદીપ્યમાન ભામ`ડલ છે, આકાશમાં દેવા દુકૢભી વગાડી રહ્યા છે અને તેમના માથે ઉપરના ભાગમાં ત્રણ છત્રા શોભી રહ્યા છે. આ રીતે તેઓ અષ્ટમહાપ્રાતિહાયથી યુક્ત થઈને ત્રેતાઓને માલકોશ રાગની છાયાવાળી ધમ દેશના આપી