________________
સામાયિક-વિજ્ઞાન રહ્યા છે. તેઓ સત્ય ધર્મના મહાન ઉપદેશક છે અને લેઓને સંસારસાગરમાંથી તારવા માટે જ એ ઉપદેશ આપી રહ્યા છે. તે સાથે ઉપર કહેલા ગુણે પણ ચિંતવી એ મહાન ઉપકારી વિભૂતિનું ધ્યાન ધરવું. - યોગશાસ્ત્રોમાં કહ્યું છે કે મનુષ્ય જેનું નિરંતર ધ્યાન ધરે છે, તેના જે તે થાય છે, એટલે અરિહંતનું નિરંતર ધ્યાન ધરનાર છેવટે અરિહંત બને છે અને તેથી ભવભીરુ ભવ્યાત્માઓએ આ ધ્યાન અવશ્ય ધરવા જેવું છે.
રૂપાતીત સ્થાન અંગે ધ્યાન દીપિકામાં કહ્યું છે કેलोकाग्रस्थं परात्मानममूर्त क्लेशवजितम् । चिदानन्दमयं सिद्धमनन्तानन्दगं स्मरेत् ।।
લેકના અગ્રભાગ ઉપર રહેલા, અમૂર્ત, કલેશરહિત, ચિદાનંદમય, સિદ્ધ અને અનંત આનંદને પ્રાપ્ત થયેલા પરમાત્માનું ચિંતન કરવું, તે રૂપાતીત સ્થાન છે.”
જૈન ધર્મમાં અરિહંત અને સિદ્ધ એ બેને દેવ એટલે પરમાત્મા માનેલા છે. તેમાં અરિહંત એ સાકાર-શરીવાળા પરમાત્મા છે અને સિદ્ધ એ નિરાકાર-શરીર વિનાના પરમાત્મા છે. આ બંને પરમાત્માનું ધ્યાન ધરવા જેવું છે. તેમાં રૂપસ્થ ધ્યાનના અધિકારે અરિહંત પરમાત્માનું ધ્યાન ધરાય છે અને રૂપાતીત ધ્યાનના અધિકારે સિદ્ધ પરમાત્માનું સ્થાન ધરાય છે.
રૂપસ્થ ધ્યાનમાં રૂપનું-મૂર્તિનું-આકૃતિનું આલંબન