________________
૪૪૬
સામાયિક-વિજ્ઞાન
પ્રશ્ન-પદસ્થધ્યાનમાં તે પદ્મના અક્ષરોનું ચિત્ર સામે
રાખવાની જરૂર ખરી ?
ઉત્તર-ના. છતાં કોઈ સાધકને-ધ્યાતાને એમ લાગતુ હોય કે તેથી મને ધ્યાનમાં સહાય મળે છે, તે રાખવામાં ખાધ નથી.
પ્રશ્ન-રૂપસ્થધ્યાન ધર્મ ધ્યાનમાં શી રીતે સહાયક થાય ? ઉત્તર-રૂપધ્યાનમાં અહિં તદેવનું ધ્યાન ધરવાનું હાય છે કે જેમણે ધર્મનું યથાર્થ પાલન કર્યુ હતુ અને ધર્મના ઉપદેશ આપ્યા હતા, એટલે તેનુ સ્મરણ-ચિંતન ધર્મ ધ્યાનમાં સહાયક થાય છે.
પ્રશ્ન-રૂપસ્થધ્યાનમાં અરિહંત સિવાય બીજા કેઈનુ ધ્યાન ધરી શકાય ?
ઉત્તર-ના. જો રૂપસ્થયાનમાં અહિત સિવાય બીજાનું ધ્યાન ધરીએ તા અરિહંતનું ધ્યાન કરવાના વખત આવે જ નહિ, કારણ કે પિ’ડસ્થ, પદસ્થ અને રૂપાતીતનાં ધ્યેયેા ઝુદાં છે, તેમાં અરિહંતનું ધ્યાન ધરવાનુ હાતુ નથી.
પ્રશ્ન-અરિહંતનુ ધ્યાન કેવા સ્વરૂપે ધરવુ જોઈ એ ? ઉત્તર—તેનુ' વિવેચન આ પ્રકરણમાં વિગતથી થયેલુ છે. પ્રશ્ન-અરિહંતનુ ધ્યાન ધરતાં અરિહંત થવાય છે, એ વાતમાં વિશ્વાસ શી રીતે બેસે ?
ઉત્તર-શ્રુતિ, યુક્તિ અને અનુભવથી એ વાતનો વિશ્વાસ એસે એમ છે. શ્રુતિ એટલે શાસ્રવચને. તેમાં આ પ્રમાણે