________________
૪૩૬
અન્ય ચાર ધ્યાને શાંત થવા આવ્યું છે, શાંત થઈ ગયું છે, એમ ચિંતવવું અને મનને શાંત-સ્થિર કરી દેવું.
મારુતી ધારણ સિદ્ધ થયા પછી વાસણું ધારણ સિદ્ધ કરવાની છે. તેને વિધિ એ છે કે યોગ્ય સ્થાનઆસનાદિ ગ્રહણ કર્યા પછી ધ્યાતાએ આકાશ કલ્પવું અને તેમાં અર્ધચંદ્રાકાર વરુણમંડલની વં બીજ સાથે કલ્પના કરવી. પછી એ વરુણ મંડલમાંથી અમૃતને વરસાદ વરસી રહ્યો છે અને સમસ્ત આકાશ ભીંજાઈ ગયું છે, એમ ચિંતવવું અને પૂર્વે શરીરાદિની જે ભસ્મ આકાશમાં ઉડાડવાને લીધે ત્યાં મલિનતા છવાઈ રહી હતી, તે હવે ધોવાઈ રહી છે, તદ્દન ધેવાઈ ગઈ છે અને આકાશ સંપૂર્ણ સ્વચ્છ થઈ ગયું છે એમ ચિંતવી મનને શાંત-સ્થિર કરવું.
વારુણી ધારણા સિદ્ધ થયા પછી તરવભૂધારણ સિદ્ધ કરવાની છે. તેને વિધિ એ છે કે ચાતાએ શુદ્ધ અનુકૂલ સ્થાન-આસનાદિ ગ્રહણ કર્યા પછી પોતાના આત્માને લેહ-માંસ આદિ સાત ધાતુઓથી રહિત, પૂર્ણચંદ્ર સમાન નિર્મલ કાંતિવાળે અને સર્વજ્ઞ સમાન ચિંતવે. આ ધારણાથી હું દેહ નથી, પણ સર્વજ્ઞ, સર્વદશી અને અનંત શક્તિમાન આત્મા છું, એ ખ્યાલ દઢ થાય છે અને તે આધ્યાત્મિક વિકાસને અને વેગ આપે છે.
માન્યતા એવી છે કે આ પિંડ ધ્યાનને નિરંતર અભ્યાસ કરનાર રોગીને મારણ, મેહન, ઉચ્ચાટન, થંભન, વિદ્વેષણ આદિ તાંત્રિક કર્મો પરાભવ કરી શકતા નથી, તેમજ