________________
૪૩૮
સામાયિક-વિજ્ઞાન
દહન કરવું. આને અર્થ એ છે કે અહં' મંત્રનું ઉશ્કેટ ધ્યાન બધાં કર્મોને બાળી નાખે છે.
આટલે વિધિ થયા પછી પોતાના શરીર્ની બહાર ત્રણ ખૂણાવાળે અગ્નિને કુંડ કપ કે જેમાં અગ્નિ ભડભડાટ બળી રહે છે. ત્રિકોણ અગ્નિકુંડના ઉપરના ભાગમાં એક તરફ તેજસ્વી સ્વસ્તિક અને બીજી તરફ અશિબીજ રંકારની કલ્પના કરવી. પછી પોતાના શરીરને અગ્નિકુંડમાં પધરાવવું અને આત્મા એક દષ્ટા તરીકે દૂરથી એ દશ્ય. જોઈ રહ્યો છે, એમ કલ્પવું. પછી એ શરીરની રાખ થઈ ગઈ, આઠ પાંખડીવાળા કમલની પણ રાખ થઈ ગઈ અને સેળ પાંખડીવાળા કમલની પણ રાખ થઈ ગઈ અને તેને.
એક મેટો ઢગલો થઈ ગયે, એમ ચિંતવી મનને શાંત સ્થિર કરવું.
આગ્નેયી ધારણા સિદ્ધ થયા પછી મારુતી ધારણા સિદ્ધ કરવાની છે. તેને વિધિ એ છે કે એગ્ય સ્થાન– આસન આદિ ગ્રહણ કર્યા પછી થાતાએ એવી કલ્પના કરવી કે ઘણે પ્રચંડ મારુત-વાયુ-પવન વાવો શરૂ થયે છે અને તે કમે કમે વધારે વેગ પકડતે જાય છે. હવે તો આ પવનથી પર્વતે ડોલવા લાગ્યા છે, સમુદ્રનાં પાણી જેરજોરથી ઉછળવા લાગ્યા છે અને તેનાથી ત્રણેય ભુવન. વ્યાપ્ત થઈ ગયા છે. વળી આ પવન પૂર્વે કપેલા રાખના. ઢગલાને ઝપાટાબંધ આકાશમાં ઉડાડી રહ્યા છે. તે પછી આ પવન ધીમે પડી રહ્યો છે, ઘણે ધીમે પડી ગયા છે,