________________
૪૩૬
સામાયિક-વજ્ઞાન
ધરવું, તે રૂપસ્થ ધ્યાન અને જે રૂપથી અતીત છે, એટલે કે જેને કોઈ પ્રકારનું રૂપ (Form & Colour) નથી, એવા શુદ્ધ આત્માનુ સિદ્ધ પરમાત્માનું ધ્યાન ધરવું, તે રૂપાતીત ધ્યાન. આમાંના પ્રથમ ત્રણ ધ્યાનામાં સ્કૂલ આલમન છે, એટલે તેને સાલંબન અને ચાથા ધ્યાનમાં કોઈ સ્થૂલ. આલ'ખન નથી, એટલે તેને નિરાલ'ખન ધ્યાન સમજવાનું છે.
પિડસ્થય્યાનના અધિકારે સામાન્ય રીતે પાંચ પ્રકારની ધારણાએ સિદ્ધ કરવામાં આવતી. તે અંગે ધ્યાનદીપિકામાં કહ્યું છે કે
पिंडस्थे पञ्च विज्ञेया, धारणा तत्र पार्थिवी । आग्नेयी मारुती चापि वारुणी तत्त्वभूस्तथा ॥
પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી અને તત્ત્વભૂ એપિડધ્યાનની પાંચ ધારણાઓ જાણવી.’
:
પાર્થિવી ધારણાને વિધિ એવે છે કે શાંત અનુકૂલ પ્રદેશમાં પદ્માસનાદિ સ્થિર આસને બેસી, મનને વિક્ષેપરહિત કરી, ઈષ્ટ દેવ-ગુરુનુ' સ્મરણ કર્યાં પછી, મનમાં કલ્પના કરવી કે એક મહાન સમુદ્ર છે, તે ઊજળા દૂધ જેવા પાણીથી ભરેલા છે અને તેમાં હજાર પાંખડીવાળું ઘણું મોટું કમલ છે. કમલની આ બધી પાંખડીએ સાનેરી વણુની છે. તેની વચ્ચે મેરુ પર્યંત જેવી એક માટી કણિકા છે. તેમાં કલ્પવૃક્ષાની એક સુંદર ઘટા છે અને એ ઘટાની વચ્ચે એક રમણીય શિલા છે. એ શિલા પર સ્ફટિક રત્નનું શ્વેત.