________________
૪૩૪
સામાયિક-વિજ્ઞાન ઉત્તર-હાલના સંગમાં જૈન ધાનપદ્ધતિને પ્રચાર કરવાની અત્યંત આવશ્યકતા છે. તે માટે પૂજ્ય સાધુ-સાધ્વી વગે કમર કસવી જોઈએ, કારણ કે આ બાબતમાં તેઓ ધારે તે ઘણું કરી શકે એમ છે. જો આ કાર્ય માટે સાધુ -સાધ્વી વર્ગ તૈયાર ન થાય, તે આ વિષયમાં રસ લેનાર સહદયી સજાએ તે માટે કોઈ વ્યવસ્થિત એજના ઘડીને કાર્ય આરંભ કરી દેવું જોઈએ.