________________
શુકલધ્યાનના પરિચય
૪૩૧
ક્રમે જે ધમ ધ્યાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે આનાથી ઘણું ઊંચુ' છે અને વિશિષ્ટ યેાગ્યતાની અપેક્ષા રાખે છે, પણ જેએ પ્રારંભમાં આ જાતનું ધર્મ ધ્યાન ધરે છે, તે જ આગળ જતાં ઉત્તમ કોટિનુ ધમ ધ્યાન ધરી શકે છે, એટલે અમે તેની હિમાયત કરીએ છીએ.
પ્રશ્ન-ધાર્મિ ક જ્ઞાનમાં કે ધાર્મિ ક ક્રિયામાં ચિત્ત પરોવાતુ ન હોય તે શું કરવું ?
ઉત્તર-ગુરુ કે જ્ઞાની પાસેથી ધાર્મિક જ્ઞાન અને ધાર્મિક ક્રિયાનું મહત્ત્વ સમજી લેવુ', સત્સંગ કરવા, રાજ જિનદર્શીન અને જિનપૂજાના નિયમ રાખવા અને સ'સારને અસાર માની તેના પરના મેહ ઘટાડવા. આટલું કરવાથી ધાર્મિક જ્ઞાન અને ધાર્મિક ક્રિયામાં ચિત્ત જરૂર પરાવાશે
પ્રશ્ન-પ્રભુની મૂર્તિ સામે બેસીને તેમનુ ધ્યાન ધરવાને પ્રયત્ન કરીએ છીએ, ત્યાં બીજા જ વિચારો આવવા લાગે છે અને ધ્યાન જામતુ નથી, તેનુ કારણ શું?
ઉત્તર-જ્યાં સુધી આપણા મનમાં મલ અને વિક્ષેપ નામના એ દોષોએ અડ્ડો જમાવેલા છે, ત્યાં સુધી આમ જ થવાનુ, એ એ દાષાને દૂર કરવા માટે ધ્યાનને પદ્ધતિસર અભ્યાસ કરવાની જરૂર છે.
પ્રશ્ન-ધ્યાનસિદ્ધિ કેાને કહેવાય ?
ઉત્તર-ખરી ધ્યાનસિદ્ધિ તો શુકલધ્યાનના બીજા પાસે ચડી મનને નિર્વિકલ્પ બનાવી દેવું, તેને જ કહેવાય, પરંતુ