________________
ભાવનાઓનું સેવન-૧
૩૯ મને આ દુઃખમાંથી મુક્ત કરી શકયું નહિ. હે રાજન ! એ જ મારી અનાથતા !”
આ રીતે જ્યારે મેં ચારે બાજુથી અશરણતા-અસહાથતા અનુભવી, ત્યારે મને લાગ્યું કે જેને આજ સુધી હું દુઃખનિવારણનાં સાધનો માનતો, તે ખરેખર તેવાં ન હતાં. માટે એ સાધને બીજા જ હોવાં જોઈએ. એ વખતે મને યાદ આવ્યું કે પોતે કરેલાં શુભ કે અશુભ કર્મોનું ફલ અવશ્ય ભેગવવું પડે છે, માટે આ દુઃખ મારા પૂર્વકનું ફલ હોવું જોઈએ અને મારું મન કર્મના હેતુઓ શોધવા લાગ્યું. એ શોધમાં હું સમજી શકયે કે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ આદિ પ્રવૃત્તિઓ પાપના પંથે લઈ જનારી છે અને તેથી આ કર્મ બંધનમાંથી છૂટવું હોય તે મારે આ પાપપ્રવૃતિઓને ત્યાગ કરીને ક્ષમા, શાંતિ, શૌચ આદિ ગુણો કેળવવા જોઈએ. પરંતુ આ બધું ત્યારે જ બની શકે કે
જ્યારે હું આ દુઃખ-દર્દમાંથી મુક્ત થાઉં, એટલે તે જ વેળા મેં એ સંકલ્પ કર્યો કે “જે હું આ રોગમાંથી મુક્ત થઈશ, તે શાંત, દાંત, નિરારંભી થઈશ, અર્થાત્ સર્વ પ્રકારના આરંભ-સમારંભને છોડનારે નિગ્રંથ સાધુ બનીશ.”
એ સંકલ્પ કર્યા પછી મેં સૂવાને પ્રયત્ન કર્યો કે મને તરત જ ઊંઘ આવી ગઈ અને રાત્રિ જેમ જેમ વીતતી ગઈ, તેમ તેમ મારી વેદના પણ શાંત થતી ગઈ. સવારે હું ઊઠે ત્યારે બધું દર્દ શમી ગયું હતું.'