________________
૪૨૬
સામાયિક-વિજ્ઞાન અથ પર, એક વ્યંજન એટલે એક શબ્દ પરથી બીજા વ્યંજન એટલે બીજા શબ્દ પર અને એક પેગ પરથી બીજા યુગ પર, એટલે કે મનેયેગ પરથી વચનગ પર, વચનગ પરથી કાયયેગ પર, કાગ પરથી વચનગ પર, વચનચેગ પરથી મગ પર અથવા તેમાંના કેઈ પણ એક યોગ પરથી બીજા વેગ પર સંક્રમ કરે, એટલે ત્યાં મનને લાવી સ્થિર કરવાનું હોય છે.
આ બધા વિષયે સૂફમ છે, એટલે કે તેના પર મનને સ્થિર કરવાનું કામ સહેલું નથી, પણ અભ્યાસથી એ કાર્ય સિદ્ધ થાય છે. ધ્યાનના વિષયમાં તે અભ્યાસ જ ઘણું મહત્ત્વને છે, તેથી જ શુક્લધ્યાનમાં પણ પ્રથમ આ યાનનો અભ્યાસ કરવું જોઈએ, તે જ બીજા પ્રકારના ધ્યા- નની યેગ્યતા આવે છે.
આ ધ્યાનમાં શ્રુતજ્ઞાનનું આલંબન અવશ્યક છે. એટલે આ ધ્યાનમાં પ્રવેશ કરનારે શ્રુતજ્ઞાન સારી રીતે મેળવી લેવું જોઈએ. શ્રુતજ્ઞાન એટલે જૈન શાસ્ત્ર-સિદ્ધાંતનું જ્ઞાન. તે અરિહંત ભગવંત પાસેથી સાંભળીને મેળવેલું હોય છે, તેથી શ્રુતજ્ઞાન કહેવાય છે. જે શ્રુતજ્ઞાનમાં પ્રવેશ-પ્રવીણતા. ન હોય તે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, દ્રવ્ય, ગુણ, પર્યાય વગેરેનું ચિંતન યથાર્થપણે થઈ શકે નહિ. આ ધ્યાનને શુકલધ્યાનને પહેલે પાયે પણ કહેવામાં આવે છે. - શુકલધ્યાનને બીજો પ્રકાર એકત્વ-વિતર્ક-નિર્વિચાર, છે. પ્રથમમાં પૃથકત્વ એટલે દ્રવ્ય, ગુણ, પર્યાય વગેરેની