________________
સામાયિક-વિજ્ઞાન અને શુકલધ્યાન ધરી શકાય. ખરી વાત એ છે કે વેગ અને ચાનના વિષયમાં એક જ ભવમાં પરિપૂર્ણતા પમાતી નથી. તે માટે ઘણું ભવની તૈયારી જોઈએ છે. ભગવાન મહાવીરે ઘણા ભવથી તૈયારી કરી, ત્યારે જ તેઓ તીર્થંકરના ભવમાં શુકલધ્યાન સિદ્ધ કરી સર્વજ્ઞ અને સર્વ દશી બની શકયા, એટલે શુકલધ્યાન માટેની ભાવના અને તે માટે પ્રયત્ન ઈષ્ટ છે.
શુકલધ્યાન એટલે ઉજજવલ ધાન. તેને ઉજજવલ કહેવાનું કારણ એ છે કે તેમાં વસ્તુના ગુણધર્મનું વ્યાપ અને સંમેહાદિથી રહિત એકાગ્ર ચિંતન હોય છે. શ્રીહરિ– ભદ્રસૂરિએ ધ્યાનશતકની ટીકામાં “જે શેકને દૂર કરે તે શુક્લ” એ અર્થ કર્યો છે. અહીં શક શબ્દથી વ્યાક્ષેપ અને સંમેહાદિવાળી સ્થિતિ સમજવી જોઈએ.
- શુકલધ્યાનના ચાર પ્રકારે છે, એ નિર્દેશ ગત પ્રકરણમાં થઈ ગયું છે. તેનાં નામે આ પ્રકારે જાણવાં; (૧) પૃથક-વિતર્ક-વિચાર શુક્લધ્યાન કેટલાક ગ્રંથમાં વિચારના સ્થાને સપ્રવિચાર એ શબ્દ પણ જોવામાં આવે છે. (૨) એકત્વ-વિતર્ક-નિર્વિચાર શુકલધ્યાન –કેટલાક ગ્રંથમાં નિર્વિચારના સ્થાને અવિચાર એવે શબ્દ પણ લેવામાં આવે છે. (૩) સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી. શુકલધ્યાન અને (૪) યુપરકિયા-અનિવૃત્તિ શુકલધ્યાન કેટલાક ગ્રંથમાં વ્યુપરકિયાના સ્થાને ઊંછિનકિયા શબ્દ પણ જોવામાં આવે છે. પરંતુ આમાં અર્થને કઈ તફાવત નથી.
જે ચિત્તધૈર્યને જ ધ્યાન ગણીએ તે આમાંના પહેલાં