________________
૪૨૨
સામાયિક-વિજ્ઞાન ઉત્સાહ અને કૃતિનું પ્રમાણ ઘણું વધી જાય છે. વિશેષમાં ભવનિર્વેદ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે કે જે ભવનિસ્તાર માટે ઉત્તમ સાધને મનાયેલાં છે.
પ્રશ્ન–અપાયવિચયધર્મધ્યાનથી શું લાભ થાય ?
ઉત્તર–અપાયવિચયધર્મધ્યાનથી અપાયનું દુઃખનું મૂલ. સમજાય એટલે પિતાને જે દુઃખ સહન કરવો પડે છે, તે પિોતે જ ઊભાં કરેલાં છે, એ વાત બરાબર લક્ષ્યમાં આવે. અને તેથી એનાં કારણોરૂપ રાગ, દ્વેષ, કષાય તથા આશ્રવનાં કારણે દૂર કરવાની તાલાવેલી લાગે. આ કારણે દૂર થાય એટલે ભાવી અપાયો–દુઃખો સામે પણ પાળ બંધાય અને એ રીતે અનંત-અવ્યાબાધ સુખને માર્ગ મોકળો બને.
પ્રશ્ન-વિપાકવિયધર્મધ્યાનથી શું લાભ થાય?
ઉત્તર–વિપાકવિયધર્મધ્યાનથી કર્મવાદ પરની શ્રદ્ધા. પરિપકવ થાય અને સકલ કર્મમાંથી છૂટી ચિદાનંદ અવસ્થાની મજા માણવાને મને અતિ દઢ બને. જ્યાં કર્મબંધનનાં ફલ નજર સામે તરવા લાગે, ત્યાં કર્મબંધનની પ્રવૃત્તિને પગ ઉખડી જાય, એ સ્વાભાવિક છે.
પ્રશ્ન-સંસ્થાનવિચયધર્મધ્યાનથી શું લાભ થાય ?
ઉત્તર-સંસ્થાનવિચર્યધર્મધ્યાનથી દ્રવ્ય અને તેના પર્યાને ખ્યાલ આવે અને તેથી ગમે તેવાં પરિવર્તનથી પણ મન વ્યાકુલ ન થાય. પરિવર્તન એ તે લેકને–જગતને સ્વભાવ છે, તેમાં હર્ષ શે ? અને શેક શે ? એ. વિચાર આ ધ્યાનથી દઢ થાય છે અને તે આત્માની રાગ-દ્વેષરહિત સ્થિતિ ઉત્પન્ન કરવામાં સહાય કરે છે.