________________
શુકલધ્યાનને પરિચય
૪ર૭ : ભિન્ન સ્વરૂપથી વિચારણા હતી, ત્યારે અહીં એકત્વ એટલે એટલે કેઈએક જ ગુણ કે પર્યાયનું ચિંતન હોય છે. વળી પ્રથમ સ્થાન સવિચાર એટલે કે અર્થ, વ્યંજન અને એમના સંકેમપૂર્વક હતું, ત્યારે અહીં નિર્વિચાર એટલે મનેયેગ, વચનગ કે કાગ પિકી કેઈપણ એક જ રોગમાં સ્થિર થઈને કરવાનું હોય છે. શ્રુતનું આલંબન તે આમાં પણ હોય છે, એટલે વિતક શબ્દ કાયમ છે. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનના આલંબનપૂર્વક મનેયેગ આદિ કોઈ પણ એક યુગમાં સ્થિર થઈને દ્રવ્યના એક જ પર્યાયનું અભેદ ચિંતન કરવું, તે. એકત્વ-વિતર્ક-નિર્વિચાર નામનું શુકલધ્યાન છે.
પ્રથમ ધ્યાનના દઢ અભ્યાસથી આ ધ્યાનની એગ્યતા આવે છે. જેમ સમસ્ત શરીરમાં વ્યાપેલું ઝેર મંત્રાદિ ઉપાયથી એક ડંખની જગાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, તેમ અખિલ વિશ્વના ભિન્ન ભિન્ન વિષયમાં ભટકતા મનને આ ધ્યાન દ્વારા એક જ વિષય પર લાવીને એકાગ્ર કરવામાં આવે છે અને એ રીતે મન એક જ વિષયમાં એકાગ્ર થતાં સર્વથા શાંત થઈ જાય છે, એટલે કે તે પોતાની સર્વ ચંચલતા છેડીને નિષ્કપ બની જાય છે. આનું પરિણામ એ આવે છે કે આત્માને લાગેલા જ્ઞાનાવરણીય, દર્શનાવારણીય, મેહનીય અને અંતરાય એ ચારે ય ધાતકર્મોનું આવરણ સર્વથા દૂર થઈ જાય છે અને આત્મા સ્વસ્વરૂપમાં બિરાજી સર્વજ્ઞ અને સર્વદશી બને છે. આને શુકલધ્યાનને બીજો પાયે કહેવામાં આવે છે.