________________
શુકલધ્યાનનો પરિચય
૪૫
એ પ્રકારો ધ્યાનની કોટિમાં આવે છે અને પછીના બે પ્રકારો ધ્યાનની કોટિમાં આવતા નથી, કારણ કે ત્યાં ભાવમનના અભાવ હાવાથી હાવાથી મરણ-ચિંતનરૂપ મનને વ્યવહાર હાતા નથી, પર`તુ અહી મન-વચન-કાયયોગના નિરોધ હોય છે, તેને જ ધ્યાન સમજવું, એવા આચાર્યાના અભિપ્રાય છે અને એ રીતે શુકલધ્યાનના ચાર પ્રકારો માનવામાં આવે છે.
આમાંના પહેલા બે પ્રકારના ધ્યાના છદ્મસ્થાને હાય છે અને પછીનાં બે ધ્યાના કેવલી કે સર્વજ્ઞ ભગવાને હાય છે. જ્યાં સુધી જીવ સજ્ઞતાને પામ્યા ન હેાય, ત્યાં સુધૈ તે છદ્મસ્થ કહેવાય છે, કારણ કે તે છદ્મ એટલે ચાર ધાતી– કના આવરણવાળા હોય છે. અહીં એ સ્પષ્ટતા પણ કરી દૃઈ એ કે પ્રથમના બે પ્રકારોમાં શ્રુતજ્ઞાનનું આલખન હાય છે, એટલે તે સાલ’બનની કોર્ટમાં આવે છે.
હવે આ ચારેય પ્રકારોના ક્રમશઃ પરિચય કરીએ. પ્રથમ પ્રકારનુ નામ છે પૃથકત્વ-વિતર્ક —સવિચાર શુકલધ્યાન. આમાં પૃથકત્વ, વિતર્ક અને સવિચાર એ ત્રણેય શબ્દો સમજવા જેવા છે. પૃથકત્વ એટલે ભિન્નતા, વિતર્ક એટલે શ્રુતજ્ઞાન અને સવિચાર અને વિચારસહિત. અહી વિચારથી અર્થ, વ્યંજન અને ચેાગના સ’ક્રમ સમજવાના છે. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનનું આલેખન લઈ ને ચેતન અને અચેતન પદાર્થોમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, રૂપિત્વ, અરૂપિત્વ, અક્રિયત્વ, સક્રિયત્ન આદિ પર્યાયાનું ભિન્ન ભિન્ન સ્વરૂપે એકાગ્ર ચિંતન કરવું, તે પૃથકત્વ-વિતર્ક–સવિચાર નામનું શુકલધ્યાન છે. આ ધ્યાનમાં એક અથી ખીજા