________________
૪૨૦
સામાયિક-વિજ્ઞાન ધર્મના એગ્ય આરાધનથી ઊંચા કુલમાં જન્મ થાય છે, પાંચે ય ઇન્દ્રિયની પૂર્ણતા પ્રાપ્ત થાય છે; સૌભાગ્ય, આયુષ્ય અને બેલની પ્રાપ્તિ થાય છે; વળી ધર્મના આરાધનથી જ નિર્મલ યશની તથા વિદ્યા અને ધનની સંપત્તિ પ્રાપ્ત થાય છે. તે જ રીતે ધર્મનું આરાધન ઘોર જંગલમાં અને મહાન ભયે ઉપસ્થિત થયે તેના આરાધકનું રક્ષણ કરે છે. ખરેખર! આવા ધર્મની આરાધના જે સમ્યક પ્રકારે કરવામાં આવે તે તે સ્વર્ગ અને મોક્ષનું સુખ આપી શકે છે.”
આજે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર પોતપોતાને ધર્મ ભૂલ્યા છે, તેથી જ રોટી અને રહેઠાણના પ્રશ્નો ઊભા થયા છે. જે તેઓ પોતપિતાને ધર્મ સમજી તેનું પાલન કરવા લાગી જાય તે આ પ્રશ્નો આપમેળે અદશ્ય થઈ જાય. એક વખત ભારતવર્ષમાં દૂધ અને ઘીની ગંગા વહેતી હતી, કારણ કે એ વખતે લોકજીવનમાં ધર્મને રંગ હતા અને તેનું જ આવું શુભ પરિણામ આવ્યું હતું.
પ્રશ્ન-જે ધર્મથી આટલા બધા લાભ થાય છે, તે કેટલાક લેકે તેને અફીણની ઉપમા કેમ આપે છે ?
ઉત્તર–જે લેકેએ ધમને સાચા સ્વરૂપમાં જે નથી, પણ ધર્માભાસને ધર્મ માની લીધેલ છે, તેઓ જ ધર્મને અફીણની ઉપમા આપવા પ્રેરાય છે. તેઓ એમ કહે છે કે અફીણથી માણસને એક પ્રકારનું ઘેન ચડે છે, તેમ ધર્મથી એક પ્રકારનું ઝનૂન પ્રક્ટ છે અને તેથી તેઓ ઝઘડા તથા યુદ્ધો કરવા પ્રેરાય છે. તે માટે તેઓ યુરોપ અને મધ્ય એશિયાના