________________
૪૧૮
સામાયિક-વિજ્ઞાન વિચારવાનું છે. ભગવાન મહાવીર સાધનાકાલમાં ઘણી વખત આકાશ તરફ નજર રાખીને લાંબા સમય સુધી ઊભા રહેતા હતા, તે આ લેકસ્વરૂપભાવના–નિમિત્તે કે સંસ્થાનવિચયધર્મસ્થાન નિમિત્તે ઊભા રહેતા હશે, એવું અનુમાન અસ્થાને નથી. તાત્પર્ય કે ધર્મસ્થાનના અભ્યાસીઓ માટે આ ધ્યાન પણ ઘણું ઉપગી છે.
સામાન્ય ગૃહ કે જે અધ્યાત્મમાં આગળ વધ્યા નથી કે ભાવનાને અનુભવ લઈ શકયા નથી, તેઓ પણ ધર્મનું ચિંતન તે અવશ્ય કરે. ધર્મ કેને કહેવાય ? તેના કેટલા પ્રકારો છે ? તેની આરાધના કઈ રીતે થઈ શકે? એમાંથી હું કેટલી આરાધના કરું છું ?” વગેરે વિચારો કરવાથી મનનું વલણ ધર્માભિમુખ થાય છે, તેમાંથી ધાર્મિક પ્રવૃત્તિને જન્મ થાય છે અને છેવટે ધર્મપરાયણતા આવે છે. સામાયિક, પ્રતિક પણ, પિષધ, જિનદર્શન, જિનપૂજા, ધાર્મિક ઉત્સવ–મહોત્સવ, તીર્થયાત્રા એ બધાને મૂલ હેતુ તે એક જ છે કે જીવનમાં ધર્મભાવનાનું રોપણ કરવું અને તેને કમશઃ વધારતા જવું, એટલે આપણે ધર્મ સામે સતત દષ્ટિ રાખીને બધી પ્રવૃત્તિઓ કરીએ. ધર્મ તારનાર છે, અધર્મ ડૂબાડનાર છે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-જીવનમાં ધર્મની આવશ્યકતા ખરી ?
ઉત્તર-હા. જીવનને સુંદર ઘાટ ઘડવા માટે ધર્મની આવશ્યક્તા છે.