________________
ધર્મધ્યાનને અભ્યાસ
૪૧૦
પ્રશ્ન-જીવનને સુંદર ઘાટ તે કેળવણું કે શિક્ષણથી પણ ઘડી શકાય છે, પછી ધર્મની આવશ્યકતા શી ?
ઉત્તર–કેળવણ કે શિક્ષણથી જીવનને ઘાટ ઘડાય છે, પણ તે બધો વખત સુંદર હોતું નથી. આજે તે કેળવણી કે શિક્ષણથી જીવનને જે ઘાટ ઘડાઈ રહ્યો છે, તે ઘણે બેડોળ છે અને તે જીવનના કેઈ પણ ઉચ્ચ હેતુઓને પૂર્ણ કરી શકે એવું નથી. સારામાં સારી કેળવણી કે સારામાં સારું શિક્ષણ જીવનને જે ઘાટ ઘડી શકે છે, તેના કરતાં ધમ વધારે સુંદર ઘાટ ઘડી શકે છે. ખાસ કરીને અંતરનું સુંદર–પવિત્ર-પ્રશસ્ત ઘડતર કરવા માટે તેના જેવું અકસીર સાધન અન્ય કોઈ નથી.
પ્રશ્ન-ટી અને રહેઠાણ એ આજના માનવજીવનના મુખ્ય પ્રશ્નો છે. તેમાં ધર્મ શું સહાય કરી શકે ?
ઉત્તર—ધર્મનું આરાધન રેટી પણ મેળવી આપે છે અને રહેઠાણ પણ મેળવી આપે છે. તે ઉપરાંત બીજું પણ જે જે જોઈએ તે મેળવી આપે છે. આ વસ્તુ અમે કહી રહ્યા છીએ, એમ ન સમજશે. આપણા પૂર્વાચાર્યોએ આ વસ્તુ ઘણુ વખત પહેલાં કહેલી છે. જેમકે –
धर्माज्जन्म कुले शरीरपटुता सौभाग्यमायुर्बलं, धर्मेणैव भवन्ति निर्मलयशो विद्यार्थसंपत्तयः । कान्ताराच महाभयाच सततं धर्मः परित्रायते, धर्मः सम्यगुपासितो भवति हि स्वर्गापवर्गप्रदः ।