________________
૪૦૩
ધર્મધ્યાનનો અભ્યાસ અભ્યાસ સામાયિક સિવાયના કાલમાં પણ અનુકૂલ સમયે અને અનુકૂલ સ્થાને થઈ શકે છે. “ગળ તે જ્યારે ખાઈએ ત્યારે ગળે લાગે” એની માફક ધર્મધ્યાન જ્યારે પણ કરીએ, ત્યારે તેનું પરિણામ સુંદર આવે છે, એટલે કે તેનાથી સંયમ અને તપની વૃદ્ધિ થાય છે અને કર્મરૂપી કટક દમ દબાવીને ભાગવા માંડે છે.
જેનો આત્મા અધ્યાત્મથી રંગાયે હેય અને ભાવનાએના સેવન વડે સારી રીતે શુદ્ધ થયેલ હોય, તે ધર્મ – ધ્યાન સારી રીતે કરી શકે છે અને તેમાં ઝડપથી આગળ વધી શકે છે. અમે પૂર્વ પ્રકરણોમાં આધ્યાત્મ અને ભાવના અંગે જે વિવેચન કરેલાં છે, તેના પરથી પ્રજ્ઞાવંત પાઠકને આ વસ્તુને ખ્યાલ જરૂર આવી ગયા હશે.
ધર્મસંબંધી જે દયાન, તે ધર્મધ્યાન. પરંતુ ધર્મ શબ્દથી શું સમજવું, તે વિચારણીય છે. આ જગતમાં ધર્મની વ્યાખ્યા અનેક પ્રકારે થયેલી છે, તેમાં જૈન મહર્ષિઓએ ધર્મની વ્યાખ્યા આ પ્રકારે કરેલી છે: “જે પ્રાણીએને દુર્ગતિમાં જતાં ધારી રાખે, એટલે કે રેકે અને સદ્ગતિમાં સ્થાપન કરે, તે ધર્મ કહેવાય. ધર્મ શબ્દ છું ધાતુ પરથી બનેલું છે અને તે ધારણાને અર્થ બતાવે છે, તે પરથી તેની વ્યાખ્યા આ પ્રકારે કરવામાં આવી છે. હવે સર્વજ્ઞ ભગવંતોએ જે ધર્મ કહ્યો છે, તે આ પ્રકારનું છે, એટલે આપણે તેને જ સત્ય માનીને ચાલવાનું છે અને