________________
ધર્મધ્યાનને અભ્યાસ
૪૯ કરનારા છે કે જેના પરિણામે અપાય-કષ્ટ-દુખ–શક–સંતાપ સહન કરવાં જ પડે. હે જીવ! ક્રોધ કરનારને ભવિષ્યમાં વાઘ, સિંહ, દીપડા, જરખ, રીંછ વગેરે શિકારી પ્રાણીઓને કે સાપનો અવતાર લે પડે છે અથવા અત્યંત કષ્ટમય એવાં નરકસ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે. હે જીવ! માન કરનારને ભવિષ્યમાં અત્યંત હલકાં કુલેમાં જન્મ લેવું પડે છે અને ત્યાં અનેક પ્રકારનાં કષ્ટો ભોગવવાં પડે છે. તે જીવ! માયા કરનારને પણ તિર્યંચ આદિ દુર્ગતિમાં જવું પડે છે અને ત્યાં અનેક પ્રકારની યાતનાઓ ભેગવવી પડે છે. અને હે જીવ! લેભ કરનારની અર્ધગતિને તે કઈ છેડે જ નથી. તે સાતમી નસ્ક સુધી પણ પહોંચાડી દે છે કે જ્યાં ઘણા લાંબા સમય સુધી અકથ્ય દુદખે ભેગવવાનાં હોય છે. શ્રી જિનેશ્વર ભગવાને ધર્મોપદેશમાં આ બધું બતાવ્યું છે, છતાં તું કષા સાથેનો છેડે ફાડી શક્યું નથી, એ કેટલું આશ્ચર્યજનક–ખેદજનક છે?
અપાય કે દુઃખનું મૂલ કારણું કર્મ છે અને એ કર્મો આશ્રવથી આવે છે, એટલે તેના હેતુઓ કે કારણેને તું બરાબર સમજી લે. તેનું પ્રથમ કારણ મિથ્યાત્વ છે. જ્યાં મિથ્યાત્વ હોય ત્યાં કર્મ અવશ્ય આવવાનાં અને તે પિતાને ભાવ ભજવવાનાં. તેનું બીજું કારણ અવિરતિ એટલે વ્રત– નિયમને અભાવ છે. જે ખેતરને વાડ ન હોય તેમાં હરાયા ઢોર પિસી જાય અને તેને ખૂંદી નાખે કે ખાઈ જાય, એમાં આશ્ચર્ય શું? તાત્પર્ય કે જ્યાં વ્રત-નિયમે રૂપી વાડ નથી,