________________
૪૧૦
સામાયિક-વિજ્ઞાન ત્યાં હરાયા ઢેર જે કર્મને સમૂહ અવશ્ય દાખલ થઈ જવાને અને તે સમય આવ્યે પિતાનું કાળું કામ કરવાને.
તેનું ત્રીજું કારણ કષાય છે, તેની વાત ઉપર આવી ગઈ છે તેનું શું કારણ પ્રમાદ એટલે ધ્યેય પ્રત્યેનું દુર્લક્ષ કે આળસ છે. બગીચાના દ્વારે બાગવાન બેઠો હોય, પણ તેનું લક્ષ્ય બીજે હોય તે તેમાં ચેર- મવાલી કે હેરડાંખર પેસી જાય અને ભળતું નુકશાન કરી નાખે, એ દેખીતું છે. તે જ રીતે બાગવાનનું કર્તવ્ય ફૂલછોડને પાણી પાવાનું હેય, તેમાં તે આળસ કરે તે બગીચાની હાલત શી થાય ? તાત્પર્ય કે જ્યાં ધ્યેયહીનતા તથા પ્રમાદ હોય ત્યાં અશુભ : કર્મો આવી પહોંચે છે અને તે ભળતી રંજાડ કર્યા વિના રહેતા નથી.
તેનું પાંચમું અને છેલ્લું કારણ એગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ છે. જ્યારે આ પ્રવૃત્તિ અશુભ હેય, ત્યારે કર્મબંધનનું કારણ બને છે અને ભવિષ્યમાં અપાય કે કષ્ટરૂપે તેનાં ફલ ભેગવવાં પડે છે. જ્યારે આ પ્રવૃત્તિ શુભ હોય અને ગુપ્તિનું રૂપ ધારણ કરે ત્યારે તે સંવરને એક પ્રકાર બને છે અને કર્મોના આગમનને રોકવામાં અગત્યનો ભાગ ભજવે છે. ' હે જીવ! આ રીતે વર્તમાન તથા ભવિષ્યના અપાયે– કો-દુઃખનું કારણ રાગ, દ્વેષ, કષાય અને આશ્રવને જાણ તેમને તું ત્યાગ કર અને તારે માર્ગ નિષ્કટક બનાવ.