________________
૪૦૮
સામાયિક-વિજ્ઞાન હવે બીજા અપાયરિચયધર્મધ્યાન પર આવીએ. અહીં એમ ચિંતન કરવું ઘટે કે આત્મા મૂલ સ્વરૂપે તે આનંદમય છે, આનંદઘન છે, છતાં તેને વિવિધ પ્રકારના અપાયે એટલે કષ્ટ કે દુખ ભોગવવાને પ્રસંગ આવે છે, તેનું મુખ્ય કારણ રાગ, દ્વેષ, કષાય અને આશ્રવ છે.
રાગ રળિયામણો લાગે છે, પણ તે ભયંકર છે. તે કેટલીક વાર દષ્ટિરાગનું રૂપ ધારણ કરી આપણને છળે છે, તે કેટલીકવાર કામરાગનું રૂપ ધારણ કરી આપણને વિષયભેગના ઊંડા ખાડામાં ઉતારી દે છે. તે વળી કેટલીકવાર નેહરાગના વાઘા સજી આપણુ પાસે અન્યાય અને અનીતિનું આચરણ કરાવે છે. રાગ ગમે તે રૂપે આવે, પણ તે પોતાની સાથે કર્મનું કટક લેતે આવે છે કે જે આત્માને ચારે તરફથી ઘેરી લે છે. પરિણામે ભવભ્રમણમાં વધારો થાય છે અને અનેક પ્રકારનાં દુઃખો ભેગવવાં પડે છે.
તેને જોડીદાર દ્વેષ પણ એટલો જ દુષ્ટ છે. તે જ્ઞાનાદિ ગુણરૂપે વૃક્ષોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે અને નિંદા, ઈર્ષા, વૈર આદિ પિતાના સાગરીતોને એવી રીતે ખડા કરી દે છે કે જેને આપણું બધું પુણ્ય લૂંટી લે છે અને પાપના પ્રવાહમાં ધકેલી મૂકે છે. પરિણામે સંસારસાગરમાં દીર્ઘકાલ સુધી પરિભ્રમણ કરવાને પ્રસંગ આવે છે અને તેમાં અનેક પ્રકારના અપાયે-કષ્ટો દુખે. ભેગવવા પડે છે.
ક્રોધાદિ ચાર કષાયે પણ એવા શુભકર્મનું કર્ષણ