________________
ધર્મધ્યાનને અભ્યાસ
૪૦૭
નિરપેક્ષ વચનવ્યવહાર થઈ જાય છે, તે સાવધ થા અને હવે પછી સાપેક્ષ વચનવ્યવહાર કરવાની પૂરી કાળજી રાખ
આમ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને આગળ કરીને જૈન સિદ્ધાંતમાં પ્રરૂપાયેલ ભિન્ન ભિન્ન વસ્તુઓ સંબંધી એકાગ્ર ચિંતન કરતાં આજ્ઞાવિયધર્મ ધ્યાન થાય છે.
અહીં પ્રસંગવશાત્ એ પણ જણાવી દઈએ કે જૈન સિદ્ધાંત એટલે જિનાગમો અને તેને અનુસરીને રચાયેલાં અન્ય ધર્મશા. તેમાં જે વસ્તુઓનું નિરૂપણ થયું છે, તેને પૂર્વાચાર્યોએ ચાર ભાગમાં વિભક્ત કરેલ છે. જેમ કે (૧) દ્રવ્યાનુયોગ–તેમાં છ દ્રવ્ય, નવ તો, સાત ને, ચાર નિક્ષેપ તથા સ્યાદ્વાદ વગેરે સંબંધી સાધક–આધક અનેક પ્રકારની વિચારણાઓ છે. અહીં અનુગ શબ્દ વ્યાખ્યા કે વિવેચનને સૂચવનાર છે. (૨) ગણિતાનુયેગ-તેમાં ભૂવલય તથા આકાશ સંબંધી અનેક વસ્તુઓનું માપ બતાવવા માટે અનેક પ્રકારની ગણિત-પ્રક્રિયામાં સંગ્રહિત છે. (૩) ચરણ કરણનુગ-તેમાં ચરણ એટલે ચારિત્ર અને કરણ એટલે કિયા, તાત્પર્ય કે ધાર્મિક આચાર વિચારેને લગતા અનેક પ્રકારના ઉપદેશે તથા આદેશને સંગ્રહ થયેલ છે. અને (૪) ધર્મસ્થાનોમ-તેમાં ધર્મને બોધ પમાડવા માટે અનેક કથાઓ, દષ્ટાંતે, વાર્તાઓ આદિનો સંગ્રહ થયેલ છે. આ ચારે ય અનુગમાં દ્રવ્યાનુગ વધારે મહત્વનું છે અને તેમાંની અનેક વસ્તુઓને આ ધ્યાનને વિષય બનાવી શકાય એમ છે.