________________
૪૦૫
ધર્મધ્યાનને અભ્યાસ અને સર્વદશી હતા, વળી તેમને આ જગતમાં કઈ પણ જાતને સ્વાર્થ ન હતું, એટલે તેઓ કદી અસત્ય બેલે નહિ. તેમણે ધર્મસંબંધી જે ઉપદેશ આપે છે, ધર્મસંબંધી જે આજ્ઞા કરી છે, તે કેવલ લેકહિતાર્થે કરી છે, એટલે મારા માટે તે છેલ્લો શબ્દ છે. મારે તેને પર પુનઃ પુનઃ ચિંતન કરવું જોઈએ અને તેમાં પૂરેપૂરા શ્રદ્ધાન્વિત થવું જોઈએ.
“તે સર્વે તે નિરસ નિહિં પરૂચં–તે સત્ય છે અને તે નિઃશંક છે કે જે શ્રી જિનેશ્વરદેએ કહેલું છે. એટલે મારા હૃદયના તાર તારમાં તે વણાઈ જવું જોઈએ. તેમાં સ્વને પણ શંકા થવી ન જોઈએ.
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાઓ યુક્તિથી બાધા ન પામે એવી છે, પૂર્વાપર વિધ વિનાની છે, સર્વનું હિત કરનારી છે અને સર્વના કલ્યાણ માટે યોજાયેલી છે. વળી તે પાપરહિત છે, પૂર્ણ પવિત્ર છે, મહાન અર્થવાળી છે, સર્વ સંશને છેદનારી છે અને ઉત્કૃષ્ટ મંગલમય છે, તેથી તેને શ્રદ્ધાપૂર્વક અનુસરવામાં જ મારું નિતાન્ત કલ્યાણ છે.
અહીં એમ પણ વિચારવું ઘટે કે લાગવાને જીવ અને અજીવ તત્ત્વનું સ્વરૂપ બરાબર જાણું લેવાની આજ્ઞા કરી છે, તે પ્રમાણે મેં એ બે તત્ત્વનું સ્વરૂપ જાણું લીધું ખરું? ભગવાને પાપ, આશ્રવ અને બંધ, એ ત્રણ તત્ત્વનું સ્વરૂપ જાણીને તેને છેડવાનું કહ્યું છે, તે મેં એ ત્રણ તનું સ્વરૂપ બરાબર જાણ્યું ખરું ? અને તેમને છેડ્યાં ખરાં ?