________________
[ ૨૧ ]
ધર્મ ધ્યાનને અભ્યાસ
ચાર પ્રકારના ધ્યાનામાં બે છેડવા ચેોગ્ય છે અને એ આદરવા ચેાગ્ય છે. તેમાંથી એ ઠાડવા ચાગ્ય ધ્યાના અ ંગે ગત પ્રકરણમાં વિસ્તૃત વિચારણા થઈ ગઈ. જ્યાં સુધી આ એ અશુભ ધ્યાનેા છૂટે નહિ, ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસ થવા અશકય છે. એ પગમાં લેખડની ભારે એડીએ પડી હાય તેા પ્રવાસ થઈ શકે ખરા ? અથવા ગળામાં પત્થરની એ માટી શિલાએ બાંધી હોય તે તરી શકાય ખરું? આ ધ્યાન તથા રૌદ્રધ્યાનને લાખડની એડી કે પત્થરની શિલા જેવા જ સમજો. સામાયિકમાં આ બે અશુભ ધ્યાનાના ત્યાગ કરવાની તાલીમ મળે છે, એ તેની વિશેષતા છે, પરંતુ આ તાલીમ પૂરેપૂરી સફલ તા ત્યારે જ થાય કે જ્યારે તેની સામે ધર્મ ધ્યાનની ધ્વજા ફરકવા લાગે. તેથી સામાયિકમાં સ્વાધ્યાયના આદેશપૂર્વક ધમ ધ્યાનના અભ્યાસ કરવા આવશ્યક છે.
અહીં એટલી સ્પષ્ટતા કરી દઇએ કે ધમ ધ્યાનના