________________
૩૮૦
સામાયિક-વિજ્ઞાન પ્રશ્ન-આત્માનું એકલપણું ન ચિંતવીએ તે ન ચાલે?
ઉત્તર-હું એકલે આવ્યો છું ને એકલે જવાને છું, તેથી મારા આત્માનું હિત કરી લેવું જોઈએ.” એ - વિચાર દઢ થયા વિના વૈરાગ્ય ઉત્પન્ન થતું નથી કે આધ્યાત્મિક વિકાસમાં આગળ વધી શકાતું નથી, તેથી આત્માનું એકલપણું ચિંતવવાની જરૂર છે.
પ્રશ્ન-સ્વજન, પરિવાર, ધનદોલત તે સ્પષ્ટપણે જુદા દેખાય છે, એટલે તેનાથી અન્યત્વ માની શકાય, પણ દેહ,
ઈદ્રિ અને મન તે આત્મા સાથે જોડાયેલા છે, તેને અન્ય - શી રીતે મનાય?
ઉત્તર-દેહ, ઈન્દ્રિયે અને મન કર્મના સંગે આત્મા સાથે જોડાયેલા છે, પણ વાસ્તવમાં તે જડ હેવાથી આત્માથી અન્ય છે, ભિન્ન છે. જે તે ભિન્ન ન હોય તે સદા આત્માની સાથે રહે, પણ ભવાંતરમાં આમાંની કોઈ વસ્તુ સાથે આવતી • નથી, તે બધી યે અહીં જ પડી રહે છે, માટે તેને આત્માથી અન્ય માનવી, એ બરાબર છે.
પ્રશ્ન-જે શરીર અશુચિનું ઘર જ હોય તે આપણે તીર્થકર ભગવંતના શરીરને શા માટે પૂજીએ છીએ ?
ઉત્તર-શરીર અશુચિનું ઘર છે, એમાં તે કઈ શંકા જ નથી. આપણે પોતે પ્રતિપળ તેને અનુભવ કરીએ છીએ. તીર્થકર ભગવંતના શરીરની વાત જુદી છે, કારણ કે તે
ગસિદ્ધ મહાત્મા હોવાથી તેમના મલ, મૂત્ર, ઘૂંક, પેશાબ વગેરે પણ ઔષધિરૂપ હોય છે. વળી તેમણે એ શરીર વડે