________________
અર્તિ-રૌદ્રધ્યાનને ત્યાગ
૩૮૫ આર્તધ્યાન અને રૌદ્રધાનને ત્યાગ તેમનું સ્વરૂપ સમજ્યા વિના થાય નહિ, તેથી પ્રથમ તેમનું સ્વરૂપ સમજી લઈએ. અતિ એટલે પીડા તેનાથી જે ધ્યાન ઉત્પન્ન થાય, તે આર્તધ્યાન તેના ચાર પ્રકારે માનવામાં આવ્યા છેઃ (૧) અનિષ્ટ વસ્તુસંયોગ-આર્તધ્યાન. કઈ પણ અનિષ્ટ વસ્તુ આવી પડતાં તે દૂર કયારે થાય ? તેનું સતત (ધારાબાદ્ધ) ચિંતન કરવું તે. (૨) ઈષ્ટવિયેગ-આર્તધ્યાન. કઈ પણ ઈષ્ટ કે મનને અનુકૂલ વસ્તુ ચાલી જતાં તેની પુનઃ પ્રાપ્તિ માટે સતત ચિ તન કરવું અથવા તે તેના વિચાગના વિચારથી સૂવું તે. (૩) પ્રતિવેદના-આધ્યાન શારીરિક પીડા માનસિક પીડા કે કેઈરેગની ઉત્પત્તિ થતાં તેને દૂર કરવાનું સતત ચિંતન કરવું તે. (૪) ભેગલાલસા આd ધ્યાન-ભેગની તીવ્ર લાલસાને વશ થઈ અપ્રાપ્ત ભેગને પ્રાપ્ત કરવાને દઢ સંકલ્પ કરે અને મનને તેમાં જ જોડાયેલું રાખવું તે. આર્તધ્યાન છોડવાનો અર્થ એ છે કે આ ચારે ય પ્રકારના યાન છેડવા જોઈએ.
સમજણ ખીલવવામાં આવે અને સત્સંગ રાખવામાં આવે તે આ ધ્યાને છોડવાનું કામ અઘરું નથી, પણ લોકોને મિટો ભાગ અજ્ઞાનમાં ડૂબેલે છે અને સત્સંગની દરકાર કરતો નથી, એટલે ત્યાં આ ધ્યાનનું સામ્રાજ્ય વ્યાપેલું છે.
આર્તધ્યાનને વશ પડેલે મનુષ્ય એમ વિચારે છે કે હું દુઃખી છું, બિચારે છું, બાપડો છું, મારું આ જગતમાં કેઈ નથી ! અરેરે શું થવા બેઠું છે? આવી રીતે મારાથી શી રીતે જીવાશે ?” તેથી તે હતાશ થાય છે. વધારે સ્પષ્ટ સા. વિ. ૨૫