________________
આ-રૌદ્રધ્યાનના ત્યાગ
૩૮૯
મનુષ્યા આવા પ્રસંગે અફીણ ઘેાળે છે, વિષપાન કરે છે કે બીજી કોઇ રીતે જીવનના અંત આણે છે, તે ઈચ્છવા યોગ્ય નથી. આવી રીતે અપમૃત્યુ પામનારની ગતિ અગડે છે અને ભવભ્રમણ વધે છે. આવા પ્રસંગે સુજ્ઞ મનુષ્યોએ એમ વિચારવું ઘટે કે ‘ લક્ષ્મી સ્વભાવે અતિ ચંચલ છે, તે કદી કરીને ઠામ બેસતી નથી. આજે આ ઘર, તા કાલે પેલું ઘર, એમ સ્થાન અઠ્ઠલ્યા જ કરે છે. મોટા મોટા રાજાએ તથા ધનકુબેરને પણ તેણે હાથતાલી આપી દીધી, તે આપણે કાણુ માત્ર ! જ્યાં સુધી પુણ્ય તપતું હતું, ત્યાં સુધી તે સાથે રહી અને પુણ્યના ભડાર ખૂછ્યો કે તે ચાલતી થઈ, તા શોક-સંતાપ કરવાથી શું? જો હિમ્મત હારીશુ તા આ જીંદગીમાં ફરી કદી ઊંચા આવીશું નહિ, એટલે હિમ્મત રાખીને સારા દિવસની રાહ જોવી, એ જ આપણા માટે શ્રેયસ્કર છે.
અતિ પ્રિય વસ્તુ ખાવાઈ જતાં, ચારાઈ જતાં કે ઝુંટવાઈ જતાં માણસાને ઘણું લાગી આવે છે, પરંતુ ત્યાં પણ શાકસંતાપને આશ્રય ન લેતાં ધૈય'નું અવલ ́ખન લેવું અને મનને સ્વસ્થ રાખવું, એ જ હિતાવહ છે.
આ કાયા અનેક પ્રકારના રાગેાથી ભરેલી છે. તેમાંથી કયારે કેવા રોગો ફૂટી નીકળશે ? તે કહી શકાતું નથી. સનત્કુમાર ચક્રવતીની કાયા કંચનવરણી હતી, છતાં ચેડી જ વારમાં તેમાંથી સોળ મહારોગા ફૂટી નીકળ્યા અને તે કદરૂપી મની ગઈ ! તેથી તેને શેક–સ`તાપ કરવા નકામે