________________
૩૯૬
સામાયિક-વિજ્ઞાન પષે લડવાની તૈયારી રાખવી, એ ચોથું વિષયસંરક્ષણનુબંધી કે સંરક્ષણનંદ નામનું રૌદ્રધ્યાન છે.
જે મનુષ્યએ વિષયભેગમાં જીવનની સાર્થકતા માની છે, તેમને વિષયભેગની સામગ્રી એકત્ર કરવામાં એક પ્રકારને આનંદ આવે છે. તે માટે તેઓ ગમે તેવાં સાહસ ખેડવા તૈયાર થાય છે અને વખત આવ્યે શત્રુસમૂહ કે કે વિરુદ્ધ પક્ષ સાથે લડી પણ લે છે. તેમને આ સામગ્રી પરત્વે અત્યંત મમત્વ બંધાય છે અને તેમાંથી કઈ કંઈ લઈ ન જાય તે માટે તકેદારી રાખે છે, એટલે તેમને આ સામગ્રી સંરક્ષણના વિચાર આવ્યા જ કરે છે અને એ રીતે તેઓ આ ચેથા પ્રકારના રૌદ્રધ્યાનના ભંગ બને છે. પ્રથમ તો ઘણે આરંભ–સમારંભ કરીને જરૂર કરતાં વધારે ધન-ધાન્ય કે માલ મિલકત મેળવવી એ ખોટું છે. પછી તેના રક્ષણ માટે હિંસા, અસત્ય, જૂઠ વગેરેને આશ્રય લે એ પણ છેટું છે. એના કરતાં મનુષ્ય સંતોષવૃત્તિ કેળવીને જરૂર જેટલું જ મેળવવું અને તેમાં આનંદ પામવે, એ ડહાપણભરેલી નીતિ છે. એ પ્રમાણે વર્તનારને આ પ્રકારના ૌદ્રધ્યાનને પ્રસંગ આવતે જ નથી, અથવા તે ભાગ્યે જ આવે છે.
આટલા વિવેચન પરથી રૌદ્રધ્યાનના ચારે ય પ્રકારનું સ્વરૂપ સમજાયું હશે. આપણે જીવ તેને પનારે પડી ના જાય, એ ખાસ જોવાનું છે.