________________
આર્ત-ૌદ્રધ્યાનને ત્યાગ
૩૯૯ પ્રશ્ન-પછી સ્થિરતા ન થાય ?
ઉત્તર–પછી સ્થિરતા થાય ખરી, પણ અડતાલીશ મીનીટ પૂરી થયે ચિંતનનો વિષય બદલાય અને ત્યાર પછી પાછો મૂળ વિષય શરૂ થઈ તેના પર સ્થિરતા–એકાગ્રતા જામે. ધ્યાનપરાયણ મહાપુરુષને અનુભવ આ પ્રકારને છે.
પ્રશ્ન-દુઃખી માણસે દુઃખના વિચાર કરે, એમાં ખોટું શું ?
ઉત્તર-દુખના વિચારે કરવાથી દુઃખ વધારે લાગે છે અને પરિણામે નિરાશા, નાસીપાસી કે હતાશા જન્મે છે, તેથી દુઃખી માણસે પણ દુઃખના વિચારો કરવા ગ્ય નથી. તેણે એ દુઃખ ઓછું થાય, એવા વિચાર કરવા જોઈએ. જૈન શાસ્ત્રો અને સદ્ગુરુ તેનું શિક્ષણ આપે છે.
પ્રશ્ન-દુઃખના કેઈ વિચારો આવી જાય, તો તે આર્ત ધ્યાન ગણાય ?
ઉત્તર-ના. છૂટક વિચારેની ગણના થાનમાં થતી નથી. જ્યારે દુઃખના વિચારની ધારા કે દુઃખના વિચારને પ્રવાહ ચાલે, ત્યારે તેની ગણના આર્તધ્યાનમાં થાય. રૌદ્રધ્યાનમાં પણ આમ જ સમજી લેવું.
પ્રશ્ન-પ્રિયજનનું મૃત્યુ થયું હોય અને આપણે શેક -સંતાપ પ્રકટ ન કરીએ તે દુનિયા શું કહે ?
ઉત્તર-પ્રથમ વિચાર આપણું કર્તવ્યને કરવાને દુનિયાને વિચાર પછી કરવાને. જે આવા પ્રસંગે આર્તધ્યાન કરવું ઈષ્ટ ન માનતા હોઈએ તે ન જ કરવું. આપણા બીજા