________________
૩૦૭
આર્ત-રૌદ્રધ્યાનને ત્યાગ
આત અને રૌદ્રધ્યાનને ત્યાગ ધર્મયાનને માર્ગ મોકળો કરી આપે છે કે જેને પરિચય આપણે આગામી પ્રકરણમાં કરીશું.
પ્રશ્નોત્તરી પ્રશન–ધ્યાન એ શું છે? ઉત્તર-એક પ્રકારની કિયા. પ્રનિ-તેની ગણના શેમાં થાય છે? ઉત્તર–અત્યંતર તપમાં. પ્રનિ–અત્યંતર તપમાં શા માટે ?
ઉત્તર–તેનાથી આત્માની વિશેષ પ્રકારે શુદ્ધિ થાય છે માટે તેની ગણના અત્યંતર તપમાં થાય છે. છ પ્રકારનાં અત્યંતર તપમાં તેને સ્પષ્ટ ઉલ્લેખ થયેલ છે. જેમકે
पायच्छित्तं विणओ, वेयावच्च तहेब सज्झाओ। झाणं उपग्गोवि अ, अभिलरओ तवो होइ॥
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ, એ છ અત્યંતર તપ છે.”
પ્રશ્ન-શું બધા થાનેની ગણના અત્યંતર તપમાં થાય છે ?
ઉત્તર-ના. અશુભ ધ્યાન એટલે આતયાન અને રૌદ્રધ્યાનની ગણના અત્યંતર તપમાં થતી નથી. તેનાથી તે આત્મા વધારે અશુદ્ધ-મલિન–અપવિત્ર બને છે. જ્યારે શુભ