________________
સામાયિક-વિજ્ઞાન છે. શારીરિક કે માનસિક પીડા ઉત્પન્ન થતાં “અરેરે ! વય
ય! બાપલિયા મરી ગયો !” વગેરે શબ્દો બોલવા માંડીએ તે એ વેદના અનેક ગણી વધી જાય છે. આવા વખતે જે નમસ્કારમંત્ર કે ઉવસગ્ગહરં સ્તોત્રમાં મનને જોડી દઈએ અને તેની ગણના કરવા લાગીએ તે એ પીડાની કંઈ પણ અસર થતી નથી. આ વસ્તુ અમે અનેક વાર અનુભવેલી છે. આમાં જરૂર છે માત્ર વિચારોનું વહેણ બદલવાની. તે નમસ્કારમંત્ર કે ઉવસગ્ગહરં સ્તોત્રમાં મનને જોડી દેતાં અવશ્ય બદલાય છે.
અમે એવા મનુષ્યને જોયા છે કે જેમને કેન્સર અથવા બીજા ભારે દર્દો લાગુ પડ્યા હોય, છતાં મુખમાંથી એક પણ અરેકારો નીકળે ન હોય. તેમને મળીએ ત્યારે મુખ પર પૂર્વવત્ શાંતિ અને સ્વસ્થતાનાં જ દર્શન થાય અને વાતચીત પણ ખૂબ જ વ્યવસ્થિત કરે. તેમના જીવનમાંથી આપણે બેધ લઈએ તે પ્રતિકૂવેદના નામના ત્રીજા આર્તધ્યાનમાંથી બચી શકીએ અને એ રીતે ભારે કર્મબંધનમાંથી ઉગરી જઈએ.
ભેગની તીવ્ર લાલસાથી પણ મનુષ્યના મનમાં અજપઅશાંતિ જાગે છે અને “મને અમુક પ્રકારની ભેગસામગ્રી ન મળી” તેને વિષાદ કે તેનું દુઃખ પણ થાય છે. આને આપણે ચોથા પ્રકારનું ભેગલાલસા આર્તધ્યાન સમજવું જોઈએ. કેટલીક વાર તે મનુષ્ય અપ્રાપ્ત ભેગોને પ્રાપ્ત કરવા માટે પિતાના તપ-જપ પણ હેડમાં મૂકી દે છે, એટલે કે