________________
આર્ત-રૌદ્રધ્યાનને ત્યાગ
૩૩ તેણે જવાની વખતે પિતાના હાથ સહ દેખે તેમ ખુલ્લા રાખવા સૂચન કર્યું હતું !
હવે રૌદ્રધ્યાનના આ ચારે ય પ્રકારોને કમશઃ પરિચય કરીએ. પિતાના હાથે કે બીજાના હાથે એક જીવને કે જીવના સમુદાયને પીડા કરવી, કદર્થના કરવી કે તેમને નાશ કરે અને તેમ કરીને આનંદ પામવે, એ પ્રથમ પ્રકારનું હિંસાનુબંધી કે હિંસાનંદ રૌદ્રધ્યાન છે. કેટલાક માણસોને સ્વભાવ જ એ નિર્દય બની ગયે હોય છે કે તેઓ જાણી જોઈને જીવોને પિડા કરે છે, સામા જ ઘણું ઘણું રિબાય-દુઃખી થાય, તેવી કદર્થના કરે છે અને છેવટે તે જેને મારી પણ નાખે છે; અને તેમ કરીને તે રાજી થાય છે, ખુશી થાય છે, હર્ષ પામે છે કે બીજા આગળ બડાઈ હાંકે છે. તેમની આસપાસનું વાતાવરણ પણ એવું જ હોય છે કે જ્યાં તેમને ઘડીભર શાંતિથી વિચાર કરવાનું સૂઝે નહિ. જે તેઓ બુદ્ધિ વાપરી વિચાર કરે તે જરૂર સમજે કે નાનું સરખે કાંટો વાગતાં મને ઘણું દુઃખ થાય છે, તે જેમને હું ભાલા–બરછીથી વધું છું, જેમનાં હું છા કે તલવાર વડે જુદાં જુદાં અંગે કાપી નાખું છું કે જેમને હું જીવતા ભડભડાટ અગ્નિમાં હેમી દઉં છું, તેમને કેટલું દુઃખ થતું હશે? મારા સ્વાર્થ કે શેખ ખાતર પ્રાણીઓની આ રીતે હિંસા-કર્થના કરવી યોગ્ય નથી.
ઈન્દ્રિય તથા મનની તૃપ્તિ કરવારૂપ સ્વાર્થ સાધન માટે અસત્ય વચનને આગળ કરી સામા અને નાશ થાય,