________________
૩૮૪
સામાયિક–વિજ્ઞાન.
અને ધ્યાન એટલે ધ્યેયની સિદ્ધિ અર્થે ધ્યાતા દ્વારા કરવામાં આવતી વિશિષ્ટ પ્રવૃત્તિ. જો ધ્યાતા ન હેાય તે। ધ્યાન કાણ ધરે ? જો ધ્યેય ન હેાય તેા ધ્યાન શેનુ ધરાય ? અને ધ્યાતા વિદ્યમાન હેાય તથા ધ્યેય નિશ્ચિત હાય, પણ ધ્યાનની ક્રિયા યથાર્થ રીતે થાય નહિ, તે ધ્યાન શી રીતે સંભવે ? તેથી ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની ત્રિપુટી માનવામાં આવી છે. અહી એટલી સ્પષ્ટતા કરી દઈ એ કે ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં આ ત્રિપુટી એક થઈ જાય છે, કારણ કે તેમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનને કશો ભેદ રહેતા નથી, પર ંતુ ધ્યાનના વિષય સમજવા માટે આ ત્રિપુટી કામની છે, તેથી અહી તેના નિર્દેશ કરવામાં આવ્યે છે.
ધ્યાનના મુખ્ય બે પ્રકારે છે : (૧) અશુભ અને (૨) શુભ. તેમાં અશુભ ધ્યાનના બે પ્રકારે છેઃ (૧) આ ધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. તથા શુભધ્યાનના પણ બે પ્રકાર છે: (૧) ધર્મધ્યાન. અને (ર) શુકલધ્યાન. જ્યાં ચતુર્વિધ ધ્યાનના ઉલ્લેખ આવે, ત્યાં આ ચાર ધ્યાના સમજવાનાં છે.
આ ચાર પ્રકારનાં ધ્યાનામાં આધ્યાન અને રૌદ્રધ્યાન ઘણા કર્મબંધનાં કારણેા છે અને એ રીતે સંસારસાગરમાં અતિ ઢીકાલ સુધી રખડાવનારાં છે, તેથી તે હેય એટલે ોડવા ચાગ્ય-ત્યાગ કરવા ચેાગ્ય મનાયેલાં છે. તાત્પર્યં કે જેને ધમ પરાયણ થવું છે, આધ્યાત્મિક વિકાસ કરવા છે કે સામાયિક ચેાગની સિદ્ધિમાં આગળ વધવુ છે, તેણે તે આ બંને ધ્યાનાના ત્યાગ અવશ્ય કરવા જ જોઈ એ.