________________
3८४
સામાયિક-વિજ્ઞાન કહીએ તે આ પ્રકારના સ્થાનથી–આ પ્રકારના ચિંતનથી તેનું ખમીર તૂટી જાય છે અને તે વ્યાવહારિક કે ધાર્મિક કઈ પ્રવૃત્તિમાં ઉત્સાહથી ભાગ લઈ શકતા નથી.
અહીં તેણે એવા વિચાર કરવા જોઈએ કે “મારો પુય જબરો, એટલે મને દશ દષ્ટાંતે દુર્લભ એ મનુષ્ય ભવ મળે, આર્યદેશ મળે, પાંચ ઈન્દ્રિયની પૂર્ણતા મળી, દીર્ઘ આયુષ્ય + મળ્યું અને અતિ ઉત્તમ એવા જૈન કુલની પ્રાપ્તિ પણ થઈ. વળી હું કે બડભાગી કે મને અરિહંત દેવ મળ્યા, નિગ્રંથ ગુરુ મળ્યા અને સર્વ કથિત મંગલ મય ધર્મ મળે ! જે હું આ સામગ્રીને યથાર્થ ઉપગ કરું તે ભયાનક ભવસાગર અવશ્ય તરી જાઉં.
મારી પાસે સંપત્તિ ઓછી છે, સાધનો ટાંચાં છે, તે એક રીતે સારું જ થયું. એટલે પરિગ્રહ, એ છે, તેટલું પાપ છું. મારે જીવવા માટે આથી વધારે શું જોઈએ ? ધન-સંપત્તિ, માલ-મિલક્ત તથા કુટુંબ-પરિવાર બધું અહીં જ પડી રહેવાનું છે, તેથી તેમાં મેહગ્રસ્ત થવું ઉચિત નથી.
હું અનંત જ્ઞાન અને અનંત શક્તિવાળો આત્મા છું અને ધારું તે સકલ વિશ્વને ડોલાવી શકું તેમ છું, તેથી મારે નિરાશ થવાની-હતાશ થવાની જરૂર નથી. હે આત્મન ! 1 x કેટલાક મનુ ગર્ભાવસ્થામાં જ મરી જાય છે, તે કેટલાક જમ્યા પછી થોડા જ વખતે મરી જાય છે, એ દષ્ટિએ પચીસપચાસ વર્ષનું આયુષ્ય પણ દીર્ઘ છે.