________________
૩૮૨
સામાયિક-વિજ્ઞાન
ઉત્તર–લેકના સ્વરૂપ વિષે પહેલાં પણ મતભેદ હતા, - આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાને, કારણ કે એ વિષય ઘણે રહસ્યમય છે. આમ છતાં તેને સ્વરૂપચિંતનનું વિધાન કરાયું છે, એટલે આપણે માટે તે વિહિત છે. આ પ્રમાણે લેકવરૂપનું ચિંતન કરવાથી આપણા મનમાં તેનું
એક ચિત્ર ખડું થાય છે અને તેમાં શ્રદ્ધાન્વિત થતાં તેનું ડિહોળાણ અટકી જાય છે, તેથી લકસ્વરૂપભાવનાનું ચિંતન પણ જરૂરી છે.
પ્રશ્ન-બધિને અતિ દુર્લભ ચિંતવવાથી લાભ ?
ઉત્તર-બધિને અતિ દુર્લભ ચિંતવવાથી તેને શીઘ પ્રાપ્ત કરી લેવાને ઉત્સાહ જાગે છે અને તેથી આધ્યાત્મિક વિકાસની પ્રગતિને અને વેગ મળે છે.