________________
[ ૨૦ ]
આત –રૌદ્રધ્યાનના ત્યાગ
સમત્વની–સમભાવની સાધના માટે જે સાધના કે ઉપાચાના ક્રમ નિયત થયેલા છે, તેને આપણે અનુસરી રહ્યા છીએ. તેમાં પ્રથમ ઉપાય તરીકે અધ્યાત્મની વિસ્તૃત વિચારણા કરી ગયા અને બીજા ઉપાય તરીકે મારી ભાવનાની વિગતા ઝીણવટથી તપાસી ગયા. હવે ત્રીજા ઉપાય ધ્યાન પર આવીએ.
ધ્યાનની સામાન્ય વ્યાખ્યા એવી છે કે ‘ ચાયતે વિતે વચનેનેતિ ધ્યાનમ્ । જેનાથી વસ્તુનુ ચિંતન કરાય, તેને ધ્યાન કહેવાય. અહી સ્પષ્ટતા એટલી કે વસ્તુના સામાન્ય ચિંતનને ધ્યાન કહેવાતું નથી, પણ જેના વડે ચિત્તની સ્થિરતા થાય, એવા ધારાદ્ધ કે સતત ચિંતનને ધ્યાન કહેવાય છે.
જ્ઞાનની પ્રક્રિયામાં જેમ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનની ત્રિપુટી હાય છે, તેમ ધ્યાનની પ્રક્રિયામાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની ત્રિપુટી હોય છે. ધ્યાતા એટલે ધ્યાન ધરનારી વ્યક્તિ; ધ્યેય એટલે ધ્યાનનું આલેખન અથવા જેનું ધ્યાન ધરવાનુ છે, તે વસ્તુ