________________
ભાવનાઓનું સેવન-૨
૩૭૯ :
સ્થિતિ ઊભી કરવી ચેાગ્ય નથી, કારણ કે એ સ્થિતિમાં ધર્મ, અધ્યાત્મ કે ચેોગની સાધના યથાર્થ પણે થવાના સંભવ નથી. શરીર અનિત્ય છે, માટે તેને ફિટાડવું નહિ, તેની પાછળ પાગલ બનવુ નહિ, પણ સયમ, તપ વગેરે વડે તેને કાબૂમાં રાખવું અને તેનુ સ્વાસ્થ્ય જાળવી રાખવુ.
પ્રશ્ન-અશરણ ભાવના એક પ્રકારની હતાશા તે ન જન્માવે ?
ઉત્તર-અશરણ ભાવના આ સંસારની સાચી સ્થિતિ શું છે? તેનો ખ્યાલ આપે છે. જે આપણને ખરેખર શરણુ આપી શકે એવા નથી, તેને આપણે શરણ્ય માની બેઠા છીએ અને જે ખરેખર શરણ આપી શકે એવા છે, તેના તરફ આપણું લક્ષ્ય નથી. આ ભાવના તેમાં સંગીન સુધારા કરે છે અને આપણને સાચા શરણ્ય પ્રત્યે લઈ જાય છે કે જેનું શરણ સ્વીકારતાં દરેક પ્રકારની હતાશાના અંત આવે છે અને પરમપદપ્રાપ્તિની મહાન આશાના સૂર્ય સોળે કળાએ ચમકવા લાગે છે.
પ્રશ્ન-શું સંસારમાં કઈં જ સાર નથી ?
ઉત્તર-મહુજન્ય ભ્રમને લીધે સંસારમાં સાર દેખાય છે, પણ જ્ઞાનષ્ટિએ તેમાં કઈ સાર નથી. જેનુ` આખરી પરિણામ દુઃખ, શેક અને સંતાપમાં આવે, તેમાં સાર શી રીતે મનાય? દુઃખ, શેક અને સંતાપનું નિવારણ કરવા માટે તેા ધમ અધ્યાત્મ-યોગને માગ ગ્રહણ કરવાના છે.