________________
‘ભાવનાઓનું સેવન-૨
૩૭૩ | હે જીવ! તું મનુષ્યપણું શી રીતે પામ્યો ? પ્રથમ નિગદ અવસ્થામાં હતું, ત્યાં અનંત પુદ્ગલપરાવર્તનકાલ સુધી ઝડપથી જન્મ-મરણ કર્યા અને અનંત દુઃખ ભોગવ્યું. પછી તું પૃથ્વીકાયાદિ સ્થાવરપણું પામે અને તેમાં અસં
ખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીઓ વ્યતીત કરી. પછી ત્રસપણું પામ્ય અને અસંખ્યાત કાલ સુધી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય તથા ચઉરિન્દ્રિયના ભવે કર્યા. પછી પંચેન્દ્રિયમાં પ્રવેશ કર્યો અને નરક તથા તિર્યંચ અવસ્થામાં ઘણું કાલ સુધી દુઃખને અનુભવ કરી છેવટે તું મનુષ્યભવ પામે, તેથી જ શાસ્ત્રકરેએ તેને દશ ટાંતે દુર્લભ કહ્યો છે.
મનુષ્ય પણું પામ્યા પછી કર્મભૂમિમાં અને તેમાં એ આર્યદેશમાં જન્મ પામ દુર્લભ છે, તે પણ તું પામે. આર્યદેશમાં પણ ઉત્તમ કુલની પ્રાપ્તિ થવી દુર્લભ છે, તે પણ તને પ્રાપ્ત થઈ. તેમાં પણ શરીર અને ઇન્દ્રિયનું પૂરું સામર્થ્ય હોવું દુર્લભ છે, તે પણ તને પ્રાપ્ત થયું. શરીર અને ઇન્દ્રિયનું પૂરું સામર્થ્ય હેય, પણ આયુષ્ય અતિ અ૫ હેય તે શું થઈ શકે ? ઘણા માણસે ગર્ભાવસ્થામાં મરણ પામે છે અથવા જન્મ પામ્યા પછી થોડા જ વખતમાં વિવિધ રોગોના ભોગ બની મૃત્યુને આધીન થાય છે, ત્યારે તું તે દુર્લભ એવું દીર્ધાયુષ્ય પણ પામે.
આ બધું પામવા છતાં જૈનધર્મની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. તને જૈનધર્મની પ્રાપ્તિ થઈ એ તારું પરમ