________________
સામાયિક-વિજ્ઞાન સૌભાગ્ય માન અને અરિહંતદેવ, નિર્ગથ ગુરુ તથા સર્વજ્ઞકથિત ધર્મના સિદ્ધાંતમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખ.
જૈન મહર્ષિઓએ બોધિ અર્થાત્ સમ્યકત્વને ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક કહેલ છે, તેને મર્મ તુ વારંવાર વિચાર. ખરેખર! આ જગતમાં બોધિ અર્થાત્ સમ્યકત્વ જેવી સુંદર વસતુ કોઈ પણ નથી. જે સમ્યકત્વ હોય તે જ્ઞાન અને કિયા સફલ છે, માટે હે જીવ! તું સમ્યકતમાં બરાબર થિર થા.
ચાર ભાવનાઓ આ બાર ભાવનાઓ ઉપરાંત મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ પણ ભાવવા એગ્ય છે. તેમાં સર્વ જીવોને મિત્ર સમાન ગણવા, એ મૈત્રીભાવના છે; ગુણવાનને જોઈ રાજી થવું, એ પ્રમોદભાવના છે; દીનદુઃખી જ પ્રત્યે કરુણું–અનુકંપા ધારણ કરવી, એ કારુણ્ય ભાવના છે અને પાપી–અધમી છ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ ધારણ કરવી, એ માધ્યસ્થ ભાવના છે.
આ ચાર ભાવનાઓને સંક્ષેપ કરે હોય તે એક મૈત્રીભાવનામાં થઈ શકે છે, કારણ કે ઊંડે ઊંડે મિત્રતાની ભાવના નથી, ત્યાં પ્રમોદ ઉપજી શકતું નથી; કરુણા કુરતી નથી કે માધ્યસ્થભાવ અનુભવી શકાતું નથી.
મૈત્રીભાવનું મૂલ નીચેની વિચારણામાં રહ્યું છે. જે. હું તેવા બીજા. જેમ મને સુખ ગમે છે, તેમ બીજાને