________________
૩૭૬
સામાયિક-વિજ્ઞાન નથી, પણ સરલતાને જ સજે છે અને તેની પાસે કઈ પણ જાતની માલ-મિલકત ન હોય કે સાધને અપર્યાપ્ત હેય, તે પણ તે સંતોષનું પરમ સુખ અનુભવે છે. એને કઈ વાતનું દુઃખ હોતું નથી કે કઈ પ્રત્યે કઈ પ્રકારને. અણગમે હોતું નથી. કેઈ પણ સ્થિતિમાં તે આનંદ જ માણે છે, શાંતિ અનુભવે છે અને અપૂર્વ સામર્થ્યને સ્વામી હોઈ પિતાના આત્મા સિવાય કેઈની પણ અપેક્ષા રાખતા નથી.
તેથી જ જૈન ધર્મમાં સર્વ જી સાથે મૈત્રી રાખવાને પ્રબલ અનુરોધ કરાય છે અને ક્ષમાપના–સ્વરૂપે તેને આચારમાં પણ સ્થાન અપાયેલું છે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-ભાવના શબ્દનું મૂળ શેમાં છે! ઉત્તર-ભાવ શબ્દમાં. જે ભાવવામાં આવે તે ભાવના. પ્રશ્ન–ભાવ એટલે ?
ઉત્તર–ભાવ એટલે વિચાર, મરણ, ઈચ્છા, રુચિ, ઉલ્લાસ, ગુણ વગેરે. તાત્પર્ય કે એના અર્થો અનેક છે.
પ્રશ્ન-તેમાંથી કે અર્થ ભાવનામાં ઊતર્યો છે?
ઉત્તર-તેમાંથી વિચાર અને સ્મરણ એ બે અર્થે ભાવનામાં ઉતરેલા છે.
પ્રશ્નતે શી રીતે ?
ઉત્તર-જે ભવૈરાગ્યાદિ નિમિત્તે વારંવાર વિચારવામાં આવે, તે ભાવના. અથવા જેના પુનઃ પુનઃ સ્મરણ વડે આત્મા મોક્ષાભિમુખ થાય, તે ભાવના.