________________
ભાવનાઓનું સેવન-૨
૩૭૧ ૧૧-લકસ્વરૂપભાવના લેક એટલે વિશ્વ, જગત્ કે દુનિયા. તેનું સ્વરૂપ જ્યાં સુધી મનમાં બરાબર વસ્યું ન હોય, ત્યાં સુધી નરક, સ્વર્ગ અને મોક્ષ વગેરેનાં સ્થાને બરાબર સમજાતાં નથી અને ભૂવલય વિષે પણ તરેહ તરેહની શંકાઓ થાય છે. તેથી લેકસ્વરૂપ બરાબર સમજી લઈને તેનું ચિત્ર મનમાં અંક્તિ કરવું જોઈએ. એ ચિત્ર અંક્તિ કરવા માટે આ ભાવના ખૂબ ઉપયોગી છે.
તેમાં આ રીતે ચિંતવવું કે આ લેકરૂપી પુરુષ પગ પહોળા કરીને ઊભેલ છે અને તેણે પિતાના બે હાથ કેડ ઉપર રાખેલા છે. એક બીજાની નીચે વિસ્તીર્ણ છત્રાકારે રહેલી રત્નપ્રભા વગેરે સાતે નરકભૂમિઓ તેના બે પગનાં સ્થાને છે.
અસંખ્યાત દ્વીપ-સમુદ્રવાળે મલેક તથા સૂર્યચંદ્રાદિ તિષચકે તેના કંદરાના સ્થાને છે. તેની ઉપર પહેલા, બીજા અને ત્રીજા–ચેથા દેવકની ઉપર બ્રહ્મક અર્થાત પાંચમે દેવલેક તેની બે કોણીઓ છે અને ઉપર બીજા સાત દેવલેક, નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર વિમાન અને છેવટે આવેલી સિદ્ધશિલા, એ તેના મસ્તકના સ્થાને છે.
કુલ ચૌદ રજજુપ્રમાણ ઊંચે આ લેક અનાદિ, અનંત, અકૃત્રિમ અને શાશ્વત છે. તથા ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યોથી ભરેલો છે. તેની