________________
૩૭૦
સામાયિક-વિજ્ઞાન કરુણાનું કેતન, શિવસુખનું સાધન, ભવભયનું બાધન અને જગતને આધાર છે, માટે તેનું શરણ અંગીકાર કર.
હે ચેતન ! ધર્મ એ અબંધને બંધુ છે, અસહાયને સહાયક છે, અને સર્વ પ્રકારની ઈષ્ટસિદ્ધિને આપનારો છે, માટે તેનું શરણ અંગીકાર કર
હે આત્મન ! ધર્મ આ ભવ તથા પરભવ બંનેમાં સુખકારી છે તથા કમશઃ મુક્તિસુખને આપનારે છે, માટે તેનું શરણ અંગીકાર કર.
હે ચેતન! કામધેનુ, કલ્પવૃક્ષ કે ચિંતામણિરત્નથી જે ફલની પ્રાપ્તિ થાય છે, તે શેડો વખત જ સુખ આપે છે અને તે પણ અપૂર્ણ હોય છે, જ્યારે ધર્મના સેવનથી થતી ફલપ્રાપ્તિ ચિરકાલ સુધી સુખને આપનારી હોય છે અને તે સુખ પૂર્ણ હોય છે, માટે તેનું શરણ અંગીકાર કર.
હે આત્મન ! આ જગતમાં એવું તે કયું દુઃખ છે કે જે ધર્મના સેવનથી ન ટળે ? અથવા આ જગતમાં એવું કયું સુખ છે કે જે ધર્મના સેવનથી ન મળે? તાત્પર્ય કે દુઃખને દારવાને અને સુખને સાધવાને સારો ઉપાય ધર્મ છે, માટે તેનું શરણ અંગીકાર કર.
હે ચેતન! તું શ્રતધર્મ અને ચારિત્રધર્મનું શરણ સ્વીકાર, જેથી તારે ભવનિસ્તાર શીધ્ર થશે.
હે આત્મન ! તું સર્વજ્ઞકથિત સત્યધર્મનું શરણ સ્વીકાર, તે તારે ભવનિસ્તાર શીધ્ર થશે.