________________
ભાવનાઓનું સેવન-૧
૩પપ આવે, પરંતુ અહીં “ હૈં નથી એ વિચાર જ્ઞાનદશાથી કરવાનું છે અને તેના વડે આત્માનું અનુશાસનનિયંત્રણ કરવાનું છે, એટલે કે તેને સમજાવીને ઠેકાણે રાખવાનો છે, જેથી એ ધર્મધ્યાનની ધારામાં આવે અને આત્મકલ્યાણમાં ઉપયોગી થાય.
વળી એકીભાવમાં સ્થિર થવા માટે એમ પણ વિચારવાની જરૂર છે કે મારે આત્મા એક જ શાશ્વત છે અને કર્મ જન્ય બધી વસ્તુઓ અશાશ્વત છે, અનિત્ય છે, એટલે તે મારી હોઈ શકે નહિ. માત્ર જ્ઞાન-દર્શન એ જ મારાં છે, કારણ કે તે માટે સ્વભાવ છે.
આ રીતે એકત્વનું અનેક રીતે ચિંતન કરવાથી એકત્વભાવના સિદ્ધ થાય છે અને તે આત્મકલ્યાણના માર્ગ તરફ દોરી જાય છે.
પ- અન્યત્વભાવના આત્મ અને અનાત્મ વસ્તુઓનું અન્યત્વ-ભિન્નત્વ ચિંતવવું, એ આ ભાવનાને મુખ્ય વિષય છે.
જેમ એકત્વને વિચાર કરતાં વૈરાગ્ય થાય છે, તેમ અન્યત્વને વિચાર કરતાં પણ વૈરાગ્ય થાય છે. તેથી એકત્વભાવનાની જેમ અન્યત્વભાવનાનું પણ દઢતાથી ચિંતન કરવાનું છે. - મુખેથી આત્મા અને અનાત્માની વાત કરવા છતાં આપણાં હૃદયમાં આત્મા અને અનાત્માની જુદાઈ વસી નથી, અન્યથા દેહ અને માલમિલકત વગેરે પર આટલી મૂચ્છ