________________
૩૬૨
સામાયિક-વિજ્ઞાન કડરિક અને પુંડરિકની વાત
મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરિકિણી નામની નગરી હતી. તેમાં કંડરિક અને પુંડરિક નામના બે બંધુઓ હળીમળીને રાજ્ય કરતા હતા. તેમાં કંડરિક ના હતા અને પુંડરિક મોટો હતે. એકવાર કોઈ નિર્ગથ મહાત્માની વૈરાગ્યમય દેશના સાંભળીને પુંડરિકને દીક્ષા લેવાની ભાવના થઈ તેથી તેણે લઘુબંધુ કંડરિકને કહ્યું કે “હવે રાજ્ય તું સંભાળ. હું તે સંયમમાગે વિચરી આત્માનું કલ્યાણ કરીશ.” આ સાંભળી કંડરિકે કહ્યું કે “મોટાભાઈ! તમે સુખશાંતિની પ્રાપ્તિ કરાવનાર સંયમમાર્ગ ગ્રહણ કરવાને તૈયાર થયા છે. અને મને નરકમાં મેકલનાર રાજ્ય અર્પણ કરે છે, એ ઠીક નથી. રાજ્ય તે તમે જ સંભાળે અને હું સંયમમાર્ગ ગ્રહણ કરીશ.” આમ કહી તેણે પોતાના ભાગનું રાજ્ય પુંડરિકને સોંપ્યું અને પોતે પ્રવજિત થઈ સંયમની સાધના કરવા લાગે.
સંયમની સાધના આખરે સુખકર છે, પણ કરવી સહેલી નથી. તેમાં અનેક જાતની કઠિનાઈઓને સામને કરે પડે છે, અનેક જાતનાં તપ કરવા પડે છે અને ખેસૂકે આહાર વાપરે પડે છે. આમ લાંબા વખત સુધી તપશ્ચર્યા કરી લૂખે–સૂકે આહાર વાપરતાં એક વખત કંડરિકની તબિયત બગડી અને તેનું મન સંયમ પરથી હઠી ગયું. સંસારમાં ફરી દાખલ થવાને વિચાર કરી તે પુંડરિકિણી નગરીએ આવ્યું અને નગર બહાર અશેકવનમાં