________________
૩૬૪
સામાયિક–વિજ્ઞાન
કંડરિકને આ ધ્યાન અને રૌદ્રધ્યાન થયુ. અને એ અવસ્થામાં જ મરણ પામીને તે સાતમી નરકે ઉત્પન્ન થયા.
આ બાજુ પુ'ડરિકને સંસાર પર ભારે વૈરાગ્ય આવ્યો, એટલે તેણે વિચાર કર્યો કે મારા ભાઇએ જે આઘા-મુહપત્તી અશેાકવનમાં ઝાડની ડાળીએ લટકાવ્યાં છે, તે લઇને ગુરુ પાસે જાઉ' અને ચારિત્ર લઉં. પછી તેણે અશેકવનમાં જઈ આડની ડાળીએ બાંધેલાં એધો-મુહુપત્તી ગ્રહણ કર્યા અને ચારિત્ર અંગીકાર કરવા ગુરુ સમીપે ચાહ્યા. ત્યાં રસ્તામાં ઉઘાડા પગે ચાલતાં લેાહીની ધારાઓ છૂટી, છતાં તેનું મન સંયમમાંથી પાછુ હુઠયું નહિ. છેવટે તે શુભ ધ્યાનમાં જ મરણ પામ્યા અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયેા. આ પરથી ડે જીવ ! અસંયમ અને સંયમનું પરિણામ સમજી લે અને સયમમાગે વિચરવાની ભાવના રાખ. ૮–સવભાવના
આશ્રવને રોકનારા ઉપાયા સમંધી વિચારણા કરવી, એ આ ભાવનાના મુખ્ય વિષય છે.
આ ચિંતન એ રીતે કરવું ઘટે કે હું ચેતન ! તુ સમ્યકત્વ વડે મિથ્યાત્વના નિરોધ કર, વ્રત-નિયમ વડે અવિરતિના નિરાધ કર, પ્રબલ પુરુષાર્થ વડે પ્રમાદના નિરોધ કર, ક્ષમા વડે ક્રોધને નિરોધ કર, નમ્રતા વડે માનને નિરોધ કર, સરલતા વડે માયાના નિરોધ કર, સ`તેષ વડે લાભના નિરોધ કર અને (૧) મનેાગુપ્તિ, (૨) વચનપ્તિ