________________
ભાવનાઓનું સેવન-૨
૩૬૩ ઊતર્યો. ત્યાં પિતાનો છે અને મુહપત્તી વૃક્ષની ડાળીએ લટકાવી દીધાં. પછી તે વિચાર કરવા લાગ્યા કે અહીં આવ્યું તે ખરે, પણ પુંડરિક મારું રાજ્ય મને પાછું આપશે કે નહિ? ન આપે તો મારે શું કરવું?” જ્યાં લોભ જાગે છે, ત્યાં મનુષ્યને ન કરવા જેવા વિચારે પણ આવી જાય છે.
એવામાં વનપાલે વધામણી આપવાથી પુંડરિક ત્યાં આવ્યા અને પિતાના ભાઈની આવી હાલત જોઈ ઘણે ખેદ પામ્ય. ચિંતામણિરત્નતુલ્ય સંયમમાર્ગ પામ્યા પછી આ દશા ? તેણે કંડરિકને સંયમમાં પુનઃ સ્થિર થવા ઘણું સમજાવ્યું, પણ કંડરિક સમયે નહિ. તેને તે હવે ફરી સંસારમાં દાખલ થઈ તેનાં સુખ ભોગવવા હતાં. આથી પુંડરિકે તેને રાજ્ય સેપ્યું.
કંડરિક તે જ દિવસે રાજધાનીમાં દાખલ થયે અને, પિતાના મહેલે આવ્યું. આજે તે પેટ ભરીને ભાવતું ભોજન કરવું છે, એમ વિચારી તેણે અનેક જાતની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાને ઈયાને હુકમ કર્યો અને તે તૈયાર થતાં આકંઠ ભેજન કર્યું. જ્યાં આસક્તિ તીવ્ર હોય, ત્યાં પ્રમાણનું ભાન કયાંથી રહે? સાંજ પડી અને તેના પેટમાં ચૂંક આવવા લાગી. પછી ઝાડા શરૂ થયા અને તે એકસરખા ચાલુ રહ્યા. કેઈએ તેના તરફ વિશેષ લક્ષ્ય આપ્યું નહિ, કારણ કે તે ચારિત્રથી પતિત થઈને આવ્યો હતે. આથી.