________________
ભાવનાઓનું સેવન-૨
૩૬૧ સંસારમાં રખડી રહ્યો છે અને તે કર્મની ઉત્પત્તિનું મુખ્ય કારણ છે, એમ સમજી તેને ત્યાગ કર. | હે જીવ! અવિરતિના કારણે તે વિષયમાં રાચી રહ્યો છે, પણ વિષયમાં લુબ્ધ થનારા હાથી, માછલાં, ભમરા, પતંગિયા, હરણ વગેરે પ્રાણુંઓના આખરી હાલ શું થયા છે? એ વિચારી અને વિરતિની ભાવના કેળવ. જ્ઞાનનું ફલ વિરતિ છે, તેને સ્વીકાર કર્યા વિના તારે ઉદ્ધાર નથી. | હે જીવ! દિવસ અને રાત્રિ સડસડાટ ચાલ્યા જાય છે, કાળ કેઈને માટે ઊભું રહેતું નથી, જે ક્ષણો ગઈ તે પાછી આવતી નથી, એમ વિચારી તું પ્રમાદને ત્યાગ કર અને તારા ધ્યેય તરફ ઝડપથી આગળ વધ. | હે જીવ! ક્રોધ, માન, માયા અને લેભ, એ ચાર લૂંટારાઓ તારી આત્મસમૃદ્ધિને લૂંટી રહ્યા છે, માટે તેનાથી ચેતીને ચાલ. કોઇ પ્રીતિ કે સદ્દભાવને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા મિત્રોને નાશ કરે છે અને લેભ સર્વનો નાશ કરે છે, એમ વિચારી ચારે ય કષાયને ત્યાગ કર.
હે ચેતન ! તું મનથી, વચનથી અને કાયાથી કેટલાં બધાં કર્મો બાંધે છે? તેને વિચાર કર અને રોગ પર કાબૂ રાખ.
અસંયમનું ફલ ભૂરું છે અને સંયમનું ફલ સારું છે, એ તું કદી ભૂલીશ નહિ. તે માટે તું કંડરિક અને પુંડરિકની વાત બરાબર વિચારી છે.