________________
એ જીવનને
આચરણ
કરી શક
ભાવનાઓનું સેવન-૨
૩૬૭ અહીં એમ વિચારવું ઘટે કે “ હે ચેતન! પૂર્વમહર્ષિ ઓએ પિતાનાં કર્મો કેવી રીતે ખપાવ્યાં ? તેને વિચાર કર. એ મહષિઓએ રાજ્યના મહાન વૈભવે છડીને, શ્રીમંતાઈની અનેક સુખસગવડોને ત્યાગ કરીને અથવા પ્રાપ્ત અધિકાર અને સાંસારિક અનુકૂલતાઓને જતી કરીને તપસ્વી જીવનને સ્વીકાર કર્યો અને વિવિધ તપનું આચરણ કર્યું, તે જ દુષ્કરે કર્મોની નિર્જરા કરી શક્યા, માટે તું પણ એ મહર્ષિ એનાં પગલે ચાલી તપસ્વી થા અને તપનું યથાશક્તિ આચરણ કર.
હે ચેતન! તપના વિચારથી તું કેમ ડરે છે? તને કાયાની માયા એવી તે કેવી વળગી પડી છે કે નાની સરખી તપશ્ચર્યા કરતાં પણ તું અચકાય છે? અરે મૂઢ ! નરક, નિગોદ અને તિર્યંચના ભવમાં તેં જે કો સહન કર્યા છે, તેને તે આ અંશમાત્ર નથી ! એ બધાં કક્કે અકામભાવે એટલે ઈચ્છા વિના સહન કર્યા, પરંતુ હવે તપનું કષ્ટ સકામભાવે એટલે ઈચ્છાપૂર્વક સહન કરી લે, તે તારે ભવનિસ્તાર જરૂર થશે.
હે ચેતન ! તું બને તેટલા ઉપવાસ (અણસણ) કર, ભેજન–વેળાએ ઊણોદરિકા કર અને વિવિધ પ્રકારના અભિગ્રહો ગ્રહણ કરીને તપશ્ચર્યામાં મગ્ન થા.
હે આત્મન ! તું છયે રસનો-વિગઈઓને સર્વથા ત્યાગ કર. જે બળિયે થઈશ તે એ કાર્ય મુશ્કેલ નથી, છતાં એમ ન જ બની શકે તો વધારેમાં વધારે રસનેવિગઈ