________________
૫૮
સામાયિક-વિજ્ઞાન પરંતુ એ શરીર કદી શુદ્ધ થતું નથી. ઉકરડે કદીશુદ્ધ થાય ખરે?”
ઉકરડે શબ્દ કદાચ કોઈને આકરે લાગશે, પણ બરાબર વિચાર કરીએ તે આ શરીર ઉકરડા જેવું જ છે. ઉકરડામાં જેમ એક વખતને કચરો ઉપડ્યો ન ઉપડ્યો, ત્યાં બીજે કચર આવી પડે છે અને તેથી તે ગંધાતે જ રહે છે, તેમ શરીરમાંથી એકત્ર થયેલે મલ હઠ ન હઠ કે બીજે. મલ ભેગા થાય છે, તેથી તે ગંધાતું જ રહે છે, અપવિત્ર જ રહે છેઃ
મહાત્મા સુંદરદાસ એક વૈરાગી પુરુષ હતા. તેમણે શરીર અંગે એક સર્વે કહ્યો છે, તે વિચારવા જેવું છેઃ હાડકે પિંજર ચામ ચઢયે પુનિ,
માંહિ ભર્યા મલ-મૂત્ર વિકારા; થુંક ૩ લાર વહે મુખસે પુનિ * વ્યાધિ વહે નવ-બાર હિ દ્વારા માંસકી જીભસે ખાત સબે દિન,
તા મતિમાન કરે ન વિચારા; એસે શરીર મેં પિઠકે સુંદર,
કૈસે હિ કીજિયે શૌચ આચારા.
શરીર એ હાડકાનું એક પિંજરું છે, તેને ચામડાથી મઢેલું છે, અંદર મલ અને મૂત્રને વિકાર ભરેલો છે. તેના મુખમાંથી ચૂંક અને લાળ વહે છે તથા એના નવ કે બાર દ્વારમાંથી+ વ્યાધિઓ નિરંતર વહેતા હોય છે. વળી માંસની જીભ વડે તે નિરંતર ખાય છે, તેને વિચાર હે + પુરૂષનાં નવ દ્વાર અને સ્ત્રીઓનાં બાર દ્વારા સમજવાનાં છે..